Gujarati News

Gujarati News

News of Tuesday, 27th October 2020

પાટણ જિલ્લામાં પાછોતરા વરસાદથી દાડમના પાકને મોટું નુકશાન : ખેડૂતોના મોઢામાં આવેલ કોળિયો છીનવાયો

માવઠાંથી દાડમમાં સડો આવતા ખેડૂતોને વઘુ એકવાર પડતા પર પાટુ પડ્યા જેવો ઘાટ સર્જાયો

પાટણઃ જિલ્લામાં તાજેતરમાં થયેલા વરસાદી માવઠાથી હજારો હેક્ટરમાં ઉભાલા દાડમના પાકને ભારે નુકસાન થયુ છે. તૈયાર થયેલા દાડમનો પાક સડી જતા ખેડૂતને લાખો રુપિયાનું નુકસાન ભોગવવાનો વારો આવ્યો છે

રાજ્યમાં કમોસમી વરસાદ અને માવઠાથી ખેડૂતોના પાક ધોવાય ગયા છે. ત્યારે પાટણ જિલ્લાના રાઘનપુર વિસ્તારમાં માવઠાંએ 1000 હેક્ટરમાં રહેલા દાડમનો પાક નાશ કરી દીધો છે. માવઠાથી દાડમના પાકમાં ઇયળ, જીવાત અને સડો આવી જતા દાડમનો પાક નિષ્ફળ ગયો છે

  માવઠાંથી દાડમમાં સડો આવતા ખેડૂતોએ હોંસે હોંસે વાવેલા દાડમના છોડને ખેતરમાંથી કાઠવો પડી રહ્યો છે. માવઠાંની અસરથી ખેતરમાં ઉભા આંખો દાડમનો પાક નીષ્ફળ જતાં ખેડૂતને વઘુ એકવાર પડતા પર પાટુ પડ્યા જેવો ઘાટ સર્જાયો છે અને દાડમના પાકમાં નુકસાન થતા જગતનો તાત દેવાદાર બન્યો છે .

(12:58 pm IST)