Gujarati News

Gujarati News

News of Tuesday, 27th October 2020

ગુજરાત ટી ટ્રેડર્સ એસો.ના પ્રમુખ પદે પુનઃ દિનેશ કારીયાની નિયુકિત

અમદાવાદ ખાતે મળી ગયેલ કારોબારી મીટીંગ : નવી ટીમ જાહેર : માનદ્દમંત્રી તરીકે આણંદના નિરજભાઇ પટેલની વરણી : મહેસાણાના સેંધાભાઇ બન્યા સલાહકાર

રાજકોટ તા. ૨૭ : ગુજરાતના ચા ના વ્યાપારી મિત્રોના સંગઠન 'ગુજરાત ટી ટ્રેડર્સ એસોસીયેશન' જે સમગ્ર ભારતમાં ચા ના સૌથી વધારે સભ્ય સંખ્યા ધરાવતુ એસોસીયેશન છે અને ૪૪ વર્ષ જુનુ એસોસિએશન છે.

વર્ષ ૨૦૨૦/૨૧ તેમજ વર્ષ ૨૦૨૧/૨૨ ના નવનિયુકત કારોબારી સભ્યોની મીટીંગ અમદાવાદ મુકામે તા. ૨૬ ના એસોસીયેશન કાર્યાલય ખાતે મળી જતા સર્વ સંમતિથી ગત્ બે વર્ષના પ્રમુખ દિનેશભાઈ કારીયા (શ્રી વલ્લભ ટી - રાજકોટ ) ને ફરી આગામી બે વર્ષ માટેના પ્રમુખ તરીકે નિયુકત કરવામાં આવતા ઠેરઠેરથી અભિનંદન વર્ષા થઇ રહી છે.

દિનેશભાઈ કારીયા (મો.૯૬૨૪૦ ૩૫૯૩૫) એ પોતાની ટીમની વરણી જાહેર કરતા માનદ્દ મંત્રી તરીકે નીરજભાઈ પટેલ (આણંદ) ઉપપ્રમુખ તરીકે, અજયભાઈ શેઠ - અમદાવાદ, કનુભાઈ ભાવસાર - મહેસાણા, અતુલભાઈ પટેલ - ગોધરા, કમલ સેજપાલ - જૂનાગઢ,  તેમજ સહ મંત્રી તરીકે, કનૈયાલાલ ભાવસાર - અમદાવાદ, હર્ષદભાઈ પીંડારીયા - પાટણ, મનિષભાઈ પટેલ - હિંમતનગર, મનોજભાઈ ઉન્નડકટ - રાજકોટની વરણી કરવામા આવેલ.

પ્રમુખ દિનેશભાઈ કારીયાએ સલાહકાર તરીકે પુર્વ પ્રમુખ સેંધાભાઈ પટેલ - મહેસાણાની વરણી કરેલ. સમગ્ર ભારતનું એક માત્ર એસોસિએશન છે જે દર ત્રણ મહીને પોતાનો કલર અંક બહાર પાડે છે ગુજરાત ટી ના પ્રમુખ સ્થાનેથી જણાવતા દિનેશભાઈએ કહેલ કે વેપારી મિત્રોના દરેક નાના મોટા પ્રશ્નોનું યથાસંભવ નીરાકરણ કરવાના પુરતા પ્રયત્નો કરીશું.

આ મિટિંગ સરકાર શ્રી ના આદેશ મુજબ સોસીયલ ડીસ્ટન્સ અને નિયમ મુજબ કરેલ હતી.

(1:13 pm IST)