Gujarati News

Gujarati News

News of Tuesday, 27th October 2020

વડોદરામાં ઓનલાઇન ચાલતા સેક્સ રેકેટનો પર્દાફાશ: બાતમીના આધારે પોલીસે આજવા રોડ નજીકથી આરોપીને ઝડપી પાડ્યો

વડોદરા:મોબાઇલ ફોન પર ફોટા મોકલી ગ્રાહકોને કોલગર્લ સપ્લાય કરતા આરોપીને પોલીસે છટકું ગોઠવીને આજવા રોડ પર બોલાવી ઝડપી પાડ્યો છે.

પોલીસને ઓનલાઈન સેક્સ રેકેટ ચલાવતા દલાલનો મોબાઇલ નંબર મળ્યો હતો અને એવી બાતમી મળી હતી કે એજન્ટ વ્હોટ્સએપ પર ગ્રાહકોને કોલ ગર્લ ના ફોટા મોકલી ત્યારબાદ કોલગર્લ પસંદ પડે તો ગ્રાહકોને સપ્લાય કરતો હતો. જેથી પી.આઈએ ડમી ગ્રાહક તરીકે કોલ કરી એજન્ટને પોતાની જાળમાં ફસાવ્યો હતો અને એજન્ટ બે કોલ ગર્લ લઈને કારમાં આજવા રોડ મુથૂટ ફાઇનાન્સની ઓફિસ પાસે ઘરાકની રાહ જોઈને ઉભો હતો તે દરમિયાન પોલીસે તેને ઝડપી લઇ બે કોલ ગર્લ કે જે મૂળ મુંબઈની હતી તેમને બુક બનનાર તરીકે દર્શાવી એજન્ટની ધરપકડ કરી છે.

મૂળ રાજસ્થાનનો અને હાલ ગાંધીનગરમાં રહેતો આનંદ હેમરાજ ચૌધરી કેટલા સમયથી સેક્સ રેકેટ ચલાવતો હતો તેમજ કોલગર્લને કેટલા રૂપિયા આપતો હતો અને પોતે કેટલું કમિશન લેતો હતો. તે અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.  

(6:07 pm IST)