Gujarati News

Gujarati News

News of Tuesday, 27th October 2020

વડોદરામાં કંપનીમાં ચોરી કરતા ઝડપાયેલ કર્મચારી વિરુદ્ધ ફરિયાદ નોંધાતા બદલો રાખી મેનેજરની કાર સાથે અકસ્માત સર્જી જાનથી મારી નાખવાની ધમકી આપતા પોલીસ ફરિયાદ

વડોદરા:કંપનીમાં ચોરી કરતા ઝડપાયેલા કર્મચારી વિરૂધ્ધ કંપનીએ પોલીસ ફરિયાદ કરતા તેનું વેર રાખી કર્મચારીએ ફેક્ટરી મેનેજર ની કાર સાથે ફિલ્મી ઢબે અકસ્માત સર્જી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાનો બનાવ માંજલપુર પોલીસ મથકે નોંધાયો છે.

અંગેની વિગત એવી છે કે વડોદરા શહેરના અટલાદરા રોડ પર આવેલી વેલાણી હાઇટ્સ માં રહેતા અમુલભાઈ નીખાડકર માણેજા ખાતે આવેલી ખાનગી કંપનીમાં ફેક્ટરી મેનેજર તરીકે ફરજ બજાવે છે

ગઇકાલે તેઓ સાંજના સમયે નોકરી પરથી પરત પોતાની કારમાં ઘરે જઈ રહ્યા હતા. તે સમયે વડસર બ્રિજની પાસે બોલેરો ટેમ્પોના ચાલકે તેમની કારને ઓવરટેક કરી કારની આગળ લાવી રિવર્સ લઈ જોરદાર ટક્કર મારી હતી. અકસ્માતમાં કારને નુકસાન થયું હતું.

(6:07 pm IST)