Gujarati News

Gujarati News

News of Tuesday, 27th October 2020

વડોદરામાં અગાઉ ઊંચું વળતર આપવાની લાલચ આપી 100થી વધુ રોકાણકારો પાસેથી 25 કરોડથી પણ વધુની છેતરપિંડી આચરનાર વિરુદ્ધ ગુનો દાખલ

વડોદરા: શહેરના વાઘોડીયા ડભોઇ રીંગ રોડ પર આવેલ પિતામ્બર ટાઉનશીપમાં રહેતા પ્રફુલભાઇ કાનજીભાઇ બ્રહ્મભટ્ટ, તેમનો દીકરો જીગર તથા પત્ની સુધાબેન તેમજ વાઘોડીયા રોડ પર ડી માર્ટ સામે આવેલા વિશ્રાંતી બંગ્લોઝમાં રહેતા સચીન અશોકભાઇ શાહ સામે ઉંચુ વળતર આપવાની લોભામણી લાલચ આપીને કરોડો રૂપિયા રોકાણ કરાવીને ગ્રાહકોને નાણાં પરત નહી આપીને ઉચાપત કરીને છેતરપિંડી કરતા હોવાની પોલીસ ફરીયાદ થઇ હતી

આરબીઆઇ દ્વારા બેન્કનું લાયસન્સ આપવામાં આવ્યુ હોવાનો બોગસ દસ્તાવેજ ઉભો કરીને રોકાણકારોને બાલાજી વેફર્સનો લોગો છપાવીને પ્રોમીશરી નોટ લખી આપીને રોકાણકારોની પાસેથી 2011થી ટોળકી નાણાં ઉઘરાવતી હતી.  

પાણીગેટ વિસ્તારમાં હરીશ પેટ્રોલપંપની બાજુમાં ન્યૂ હેવન એન્કલેવ ખાતે જે.બી.એકાઉન્ટીંગ, જે.બી.કન્સ્લટન્સી, જીગર ટ્રેડીંગ, તુષાર ટ્રેડર્સ, જે.બી.પ્રોફેશનલ, પી.કે.સેલ્સ એજન્સી, એસ.બી.એન્ટરપ્રાઇઝ નામની જુદી જુદી ફર્મ બનાવીને રોકાણકારોને લલચાવતા હતા. 2018 ડિસેમ્બર સુધી 100 ઉપરાંત લોકો પાસેથી પચ્ચીસ કરોડથી વધુ નાણાંનું રોકાણ કરાવ્યુ હતુ.

(6:08 pm IST)