Gujarati News

Gujarati News

News of Tuesday, 27th October 2020

વડોદરાના તરસાલી વિસ્તારમાં ઢોર પકડવા ગયેલ કોર્પોરેશનની ટીમને અપશબ્દો કહેનાર બે વિરુદ્ધ પોલીસ ફરિયાદ

વડોદરા: શહેરના તરસાલી વિસ્તારમાં રખડતા ઢોર પકડવા ગયેલી  કોર્પોરેશનની ટીમને ગાળો આપી  પોતાના ઢોર ભગાડી જનાર બે ભરવાડ સામે મકરપુરા પોલીસે ગુનો દાખલ કરી શોધખોળ હાથ ધરી છે.

કોર્પોરેશનની ઢોરપાર્ટીના સુપરવાઈઝર વિક્રમસિંહ ગોરાડે પોલીસ બંદોબસ્ત તથા સિક્યુરિટી ગાર્ડ સાથે ગઈકાલે સાંજે તરસાલી વિસ્તારમાં રખડતા ઢોર પકડવા માટે ગયા હતા. તરસાલી મોતીનગર- સોસાયટી પાસે મેઈન રોડ પર ગાયો દેખાતા તેઓ પકડવા માટે આગળ વધ્યા હતા. પરંતુ ગાયો  સોસાયટીમાં અંદર જતી રહી હતી. જેથી ઢોરપાર્ટીનો સ્ટાફ ગાયોને પકડવા માટે સોસાયટીમાં ગયો હતો. તે દરમિયાન બે બાઈક પર આવેલા ભરવાડોએ ઢોરપાર્ટીની ગાડી  સામે બાઈક ઊભી કરી દીધી હતીઅને સ્ટાફને ગંદી ગાળો આપી ગાયોને ભગાવી મૂકી હતી. અને તેઓ પણ ભાગી ગયા હતા. બંને ભરવાડોની બાઈકના નંબરના આધારે સુપરવાઈઝરે મકરપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

(6:09 pm IST)