Gujarati News

Gujarati News

News of Tuesday, 27th October 2020

વડોદરા: કન્સ્ટ્રકશન સાઈટના પહેલા માળેથી પગ લપસી જતા નીચે પટકાયેલ મહિલાનું કમકમાટીભર્યું મૃત્યુ

વડોદરા: કાલાઘોડા રાજશ્રી ચોકિઝ પાસે રાજશ્રી કન્સટ્રકશનની  સાઇટ પર કામ કરતી શ્રમજીવી મહિલા ગતરાત્રે કુદરતી હાજત માટે ઉઠી હતી. તે દરમિયાન ચક્કર આવતા મહિલા પહેલા માળેથી નીચે પડતા માથામાં ગંભીર ઇજા થવાથી તેનું મોત નિપજ્યુ છે

ગતરાત્રે અઢી વાગ્યે તેઓ કુદરતી હાજત માટે ઉઠયા હતાપતિ સોનુ પત્નીને લઇને નીચે શૌચાલયમાં ગયો હતો. ત્યારબાદ પ્રથમ માળે  આવીને સોનુ સેન્ટીંગની પ્લેટ સરખી કરતો હતો. દરમિયાન જ્યોતિબેન પ્રથમ માળે દાદર ચડીને આવ્યા હતા. તેમને  ચક્કર જેવુ લાગતા  દાદર પર બેસી ગયા હતા. પતિ સોનુ પત્ની પાસે જાય તે પહેલા જ્યોતિબેન પાછળની તરફ નમી પડયા હતા. પતિએ નીચે પડતી પત્નીના પગ પકડીને બચાવવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ તેના હાથમાંથી પત્નીના પગ છટકી ગયા હતા અને જ્યોતિબેન નીચે પડયા હતા.  પ્રથમ માળેથી નીચે પડવાના કારણે જ્યોતિબેનને માથામાં ગંભીર ઇજા પહોંચતા તેમનું મોત નિપજ્યું છે.

(6:10 pm IST)