Gujarati News

Gujarati News

News of Tuesday, 27th October 2020

વડોદરાના વાઘોડિયા રોડ વિસ્તારમાં ગેરકાયદેસર રીતે એકવેરિયમનો ધંધો કરતા યુવાનને ઝડપી પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી

વડોદરા: શહેરના વાઘોડિયારોડ વિસ્તારમાં એક્વેરિયમનો ધંધો કરતા યુવાનનો શિડયૂલ ૧માં સમાવેશ કરાયેલ કોરલ(પરવાળા)નો દેશવ્યાપી ગેરકાયદે બિઝનેસ વનખાતાએ ઝડપી પાડી એક્વેરિયમના વેપારીની ધરપકડ કરી છે. તેની પાસેથી ૨૩૦ કિલો કોરલ(પરવાળા) કબજે કરવામાં આવ્યા છે.

અંગેની વિગત એવી છે કે વાઘોડિયારોડ વિસ્તારમાં આવેલી સહજાનંદ સોસાયટીમાં રહેતા આશુતોષ સખારામ ગાયકવાડે પોતાના ફેસબુક એકાઉન્ટ પર કોરલ(પરવાળા)નો પોતે વેપાર કરે છે તેમજ જો કોઇને જોઇતું હોય તો મારો સંપર્ક કરે તેમ જણાવ્યું હતું. કોરલ શિડયુલ ૧ની શ્રેણીમાં આવતું હોવાથી ડબલ્યુડબલ્યુએફના ધ્યાનમાં વાત આવી હતી અને બાદમાં વડોદરા વન વિભાગને જાણ કરતા વન વિભાગ દ્વારા છટકું ગોઠવવામાં આવ્યું હતું.

(6:11 pm IST)