Gujarati News

Gujarati News

News of Tuesday, 27th October 2020

સુરતના ચોક બજારના ડભોલીમાં ત્રણ માળની બિલ્ડિંગમાં અગમ્ય કારણોસર વાસણના ગોડાઉનમાં આગ ભભુકતા અફડાતફડી મચી જવા પામી

સુરત: શહેરના ચોક બજારના ડભોલી ખાતે પ્રગતિ સ્કૂલ પાસે આવેલા ત્રણ માળના બિલ્ડીંગમા વાસણના ગોડાઉનમાં સોમવારે મોડી રાત્રે ઈલેક્ટ્રીક શોર્ટસર્કિટ થતાં આગ ફાટી નીકળી હતી. જેના લીધે ત્યાં ભારે અફરાતફરી મચી જવા પામી હતી.

ફાયર બ્રિગેડ પાસેથી મળેલી વિગત મુજબ ચોકબજારના ડભોલી ખાતે પ્રગતિ સ્કૂલ પાસે ત્રણ માળનું બિલ્ડિંગ આવેલું છે. જેમાં ગ્રાઉન્ડ ફ્લોર પર વાસણની દુકાનો અને બેઝમેન્ટમાં વાસણનું ગોડાઉન આવેલું છે.

જોકે ગઈ કાલે મોડી રાત્રે બિઝનેસમાં ઇલેક્ટ્રીક બોર્ડમાં અચાનક શોર્ટસર્કિટ આગ ભભૂકી ઉઠી હતી. જેથી બિલ્ડિંગમાં રહેતા લોકો તરત નીચે ઉતરી આવ્યા હતા અને આજુબાજુના લોકો પણ ધસી આવતા નાસભાગ ગઈ હતી. બાદમાં જોતજોતામાં આગ ફેલાતા ધુમાડાના ગોટા નીકળવા માંડ્યા હતા.

અંગે ફાયર ઓફિસર મહેશભાઈ પટેલ ને જાણ થતા ફાયર જવાનો સાથે અને ઘાંચી શેરી કતારગામ અને મોગલી સરા પાસે તેની ગાડી ઘટનાસ્થળે ધસી ગઈ હતી.

(6:11 pm IST)