Gujarati News

Gujarati News

News of Tuesday, 27th October 2020

સુરતના અડાજણ વિસ્તારમાં પ્રેમસંબંધ રાખવાની યુવતીએ મનાઈ કરતા સલૂનમાં ઘુસી યુવતીના પિતરાઈ ભાઈએ આતંક મચાવ્યો

સુરત:અડાજણ એલ.પી. સવાણી રોડના બ્યુટી સલુનમાં બ્યુટીશીયન તરીકે નોકરી કરતી સ્થાનિક વિસ્તારની પ્રિયંકા (.. 26 નામ બદલ્યું છે) ને છેલ્લા પાંચેક વર્ષથી પિતરાઇ ભાઇ જયેશ અમૃત પટેલ (.. 27 રહે. દિનદયાળ સોસાયટી, જલારામ ખમણની સામે, પાલનપુર પાટિયા) સાથે પ્રેમ સબંધ હતો. પરંતુ બંને વચ્ચે મનમેળ નહીં રહેતા પ્રિયંકાએ પ્રેમ સબંધ રાખવાનો ઇન્કાર કરી દીધો હતો

દરમ્યાનમાં ગત સાંજે 7 વાગ્યાના અરસામાં પ્રિયંકા અને તેની સાથે કામ કરતી પ્રવિણા (નામ બદલ્યું છે) સલુનમાં એકલા હતા ત્યારે જયેશ જબરજસ્તી સલુનમાં ઘુસી ગયો હતો. જબરજસ્તી સલુનમાં ઘુસી જનાર જયેશે પેલા કેસનું શું કર્યુ તેવું પુછી ઝઘડો કરી ચપ્પુ વડે બાનમાં લઇ હું રોજ તારો પીછો કરૂ છું અને તું શું કરે છે તે બધી મને ખબર છે, તને રસ્તામાં કયાંક મારી નાંખીશ તો કોઇને ખબર પણ નહીં પડવા દઉં તેવી ધમકી આપી હતી

(6:12 pm IST)