Gujarati News

Gujarati News

News of Tuesday, 27th October 2020

સુરતના પાંડેસરામાં ખુલ્લા પ્લોટમાં માટી નાખવા મુદ્દે માથાભારે શખ્સોએ ફાઇનાન્સરનું ગળું કાપી નાખતા ચકચાર

સુરત: શહેરના પાંડેસરા પંચમુખી હનુમાન મંદિર નજીક મોહન નગરમાં ખુલ્લા પ્લોટમાં નાંખવામાં આવેલી માટી મુદ્દે સ્થાનિક વિસ્તારના માથાભારે ફાઇનાન્સર સાથે ઝઘડો કરી ત્રણ મિત્રોએ ચપ્પુના ઘા ઝીંકી અને ફટકા મારી રહેંસી નાંખતા પાંડેસરા પોલીસ દોડતી થઇ ગઇ છે.
બમરોલી રોડ સ્થિત આશિષ નગરમાં રહેતો માથાભારે ફાઇનનાન્સર રાજનસીંગ ઉર્ફે સચિનસીંગ રાજેશસીંગ રાજપૂત (.. 36) આજે સવારે સાળા શુભમસીંગ ઉર્ફે મોનુ અરવિંદસીંગ રાજપૂત સાથે પાંડેસરા પંચમુખી હનુમાન મંદિરની બાજુમાં ડી માર્ટ નજીક ખાડી કિનારે આવેલી મોહન નગર સોસાયટીમાં પોતાના બંધાય રહેલા પ્લોટ નં. 230નું બાંધકામ જોવા ગયા હતા. તે દરમ્યાનમાં સ્થાનિક વિસ્તારમાં માથાભારેની છાપ ધરાવતા અને પ્લોટ પર કબ્જો જમાવવાનું કામ કરતા રોશનસીંગ રાજપૂતત, રીમ્પીસીંગ રાજપૂત અને ચંદનસીંગ સહિત પાંચથી જણા ઘસી આવ્યા હતા. જે પૈકી રોશઓનેસીંગે રાજનસીંગને પુછયું હતું કે મોહન નગરના નાકા પર ખુલ્લા પ્લોટમાં માટી કોણે નાંખી છે. જેના જવાબમાં રાજને અર્જુન પાંડેએ માટી નાંખી હશે એવું કહ્યું હતું. જેથી રીમ્પીસીંગે જા અર્જુન પાંડે કો બુલા સાલા ગલત નામ દેતા હૈ, તું હમારે પ્લોટ પે કબ્જા કરના ચાહતા હૈ, તુને હી મીટ્ટી દલવાયા હૈ. એમ કહેતા રાજન અને રીમ્પીસીંગ વચ્ચે ઝઘડો થયો હતો.

(6:12 pm IST)