Gujarati News

Gujarati News

News of Tuesday, 27th October 2020

રાજ્યમાં કોરોના ધીમો પડ્યો : વધુ 1238 દર્દીઓ સાજા થયા : નવા 992 પોઝિટિવ નોંધાયા : વધુ 5 લોકોના મોત : કુલ કેસની સંખ્યા 1,69,073 થઇ : મૃત્યુઆંક 3698 થયો : કુલ 1,51,888 લોકોએ કોરોનાને હરાવ્યો

સૌથી વધુ સુરતમાં 225 કેસ, અમદાવાદમાં 170 કેસ, વડોદરામાં 114 કેસ, રાજકોટમાં 94 કેસ, ગાંધીનગરમાં 46 કેસ, મહેસાણામાં 35 કેસ, પાટણમાં 33 કેસ, જામનગરમાં 26 કેસ, સાબરકાંઠામાં 25 કેસ, ભરૂચમાં 20 કેસ, સુરેન્દ્રનગરમાં 18 કેસ, અમરેલી અને બનાસકાંઠામાં 17-17 કેસ નોંધાયા : જિલ્લા અને શહેરોની છેલ્લા 24 કલાકની વિગતવાર સૂચિ જોવા અહી ક્લિક કરો

અમદાવાદ : રાજ્યમાં કોરોનાએ કહેર વર્તાવ્યો છે રોજ બરોજ પોઝિટિવ કેસની સંખ્યામાં વધારો થઇ રહયો હતો ત્યારે છેલ્લા પખવાડિયાથી નવા કેસ કરતા સાજા થનારની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે આજે કોરોનાના નવા  992 પોઝિટિવ કેસ નોંધાયા છે આ સાથે કોરોનાના કુલ કેસની સંખ્યા 1,69,073 થઇ છે  આજે વધુ 1238 ર્દીઓ સાજા થતા અત્યાર સુધીમાં કુલ 1,51,888 દર્દીઓ સાજા થયા છે.રાજ્યમાં આજે વધુ  5 લોકોના મોત થયા છે રાજ્યમાં કુલ મૃત્યુઆંક  3698 થયો છે

 અલબત્ત ત રાજ્ય સરકારના તંત્ર અને શહેરી તંત્રના આંકળાઓમાં તફાવત યથાવત રહયો છે આજે પણ સ્થાનિક તંત્રના આંકડા અને રાજ્ય સરકારના આંકડા વચ્ચે રોજે રોજે તફાવત  જોવા મળે છે 

  રાજ્યમાં 992 કોરોના કેસ નોંધાયા હતા. રાજ્યમાં આજે વધુ 5 લોકોના મોત સાથે કોરોનાથી કુલ મૃત્યુઆંક 3698 પર પહોંચ્યો છે. રાજ્યમાં હાલ એક્ટિવ કેસની સંખ્યા 13,487 છે જેમાંથી વેન્ટીલેટર પર 64  દર્દીઓ છે,જ્યારે 13 423 દર્દીની હાલ સ્ટેબલ છે. રાજ્યમાં રિકવરી રેઈટ  89,84 ટકા થયો છે  રાજ્યમા આજે કોરોનાના 51, 927 ટેસ્ટ કરાયા છે રાજ્યમાં અત્યાર સુધીમાં 58,45,715 ટ્સ્ટ કરાયા છે

રાજ્યમાં આજે અમદાવાદ કોર્પોરેશનમાં 2, ગાંધીનગરમાં 1, ગાંધીનગર કોર્પોરેશનમાં 1 અને સુરત કોર્પોરેશનમાં 1 મળીને કુલ 5 લોકોના મોત થયા છે   .

  રાજ્યમાં આજે નોંધાયેલ કોરોનાના 992 પોઝિટિવ કેસમાં  સૌથી વધુ સુરતમાં 225 કેસ, અમદાવાદમાં 170 કેસ, વડોદરામાં 114 કેસ,રાજકોટમાં 94 કેસ, ગાંધીનગરમાં 46 કેસ,મહેસાણામાં 35 કેસ,પાટણમાં 33 કેસ,જામનગરમાં 26 કેસ,સાબરકાંઠામાં 25 કેસ,ભરૂચમાં 20 કેસ,સુરેન્દ્રનગરમાં 18 કેસ, અમરેલી અને બનાસકાંઠામાં 17-17 કેસ નોંધાયા છે

(7:25 pm IST)