Gujarati News

Gujarati News

News of Tuesday, 27th October 2020

અખિલ ભારતીય વિદ્યાર્થી પરીષદ અમદાવાદ જિલ્લાનો અભ્યાસ વર્ગ યોજાયો

વંદના નીલકંઠ વાસુકિયા દ્વારા વિરમગામ : અખિલ ભારતીય વિદ્યાર્થી પરીષદ અમદાવાદ જિલ્લાનો અભ્યાસ વર્ગ સાણંદ ખાતે યોજાયો હતો. નીલકંઠ ઇન્ટરનેશનલ સંકુલ સાણંદ ખાતે આયોજિત અભ્યાસ  વર્ગમા વિરમગામ , માંડલ, સાણંદ , બાવળા, ધોળકા, ધંધુકા , દસકોઇ તાલુકાના કાર્યકરો  ઉપસ્થિતિ  રહ્યા હતા.  જિલ્લા સંગઠન મંત્રી અમનસિંહ ચાવડા, જીલ્લા સંયોજક અંકિતભાઈ નાયી, સહ સંયોજક જતીનભાઇ ડાભી, કર્ણાવતી  મહાનગર અધ્યક્ષ  ભરતભાઈ પ્રજાપતિ,અમદાવાદ જિલ્લા અધ્યક્ષ તેજસભાઇ વજાણી ઉપસ્થિત રહ્યા હતા અને કાર્યકર્તાઓ ને માર્ગદર્શન આપ્યુ હતુ.

(7:48 pm IST)