Gujarati News

Gujarati News

News of Tuesday, 27th October 2020

ચિત્રાવાડી ગામમાં નજીવી બાબતે પતિએ પત્નીને ચપ્પુ મારી ઇજા કરી મારી નાખવાની ધમકી આપી

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નાંદોદ તાલુકાના ચિત્રાવાડી ગામમાં નજીવી બાબતે પતિએ પત્નીને ચપ્પુ મારી ઇજા કરી મારી નાખવાની ધમકી આપી હોય જેમાં પ્રાપ્ત માહિતી મુજબ પાર્વતીબેન અરવિંદભાઈ જયસ્વાલે આપેલી ફરિયાદ મુજબ તે તેમના પતિ સાથે રાજપીપળા મજૂરી કામે આવ્યા બાદ પત્ની ઘરે પરત ફરી પરંતુ ઘરની ચાવી પતિ પાસે રહી જતા પત્નીએ તાળું તોડતા પરત આવેલો પતિ એકદમ અકળાઈ ઉઠી પત્નીને લાકડી અને ચપ્પુ મારી ઇજા કરી જાનથી મારી નાંખવાની ધમકી આપતા રાજપીપળા પોલીસે પતિ અરવિંદ જયસ્વાલ વિરુદ્ધ ગુનો દાખલ કર્યો હતો.

(10:18 pm IST)