Gujarati News

Gujarati News

News of Tuesday, 27th October 2020

નીતિનભાઈ પટેલ પર ચપ્પલ ફેંકનાર રશ્મિન નામના યુવકને વડોદરા પોલીસે ઝડપ્યો : તપાસનો ધમધમાટ

વડોદરા: સોમવારે રાજ્યના નાયબ મુખ્યમંત્રી નિતિનભાઈ  પટેલ પર કોઇકે ચપ્પલે ફેંકી હતી. આ ઘટના બાદ પોલીસ તંત્ર તરત હરકતમાં આવી ગયુ હતુ અને આજે વડોદરા પોલીસે રશ્મિન નામના યુવકને ઝડપી પાડ્યો છે. પોલીસે તેની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. કરજણ વિધાનસભા વિસ્તારમાં રાજ્યના મુખ્યમંત્રી નિતિનભાઈ  પટેલે ભાજપના ઉમેદવાર માટે ચૂંટણી પ્રચાર કર્યો હતો. તે બાદ નિતિન પટેલે મિડિયાને સંબોધિત કર્યો હતો. આ દરમિયાન કોઇકે નિતિન પટેલ તરફ ચપ્પલ ફેંકી હતી. જોકે સદનસીબે આ ચપ્પલ ખાનગી ચેનલના બૂમ પર લાગી હતી. આ ઘટનામાં રાજ્યના ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ તપાસના આદેશ આપ્યા હતા. પ્રદિપસિંહ જાડેજાએ વડોદરાના એસપી અને રેન્જ આઈજીને આ ઘટનાને લઈ તપાસ કરવા માટેની સૂચના આપી હતી. ડેપ્યુટી CM નીતિનભાઈ પટેલ પર ચપ્પલ ફે્ંકનાર આરોપીની પોલીસે 28 ગામોમાં શોધખોળ હાથ ધરી હતી.al gujarat news

રાજ્યના નાયબ મુખ્યમંત્રી નિતિનભાઈ  પટેલ પર ચપ્પલ ફેંક્યાની ઘટના પર ભાજપે કોંગ્રેસ પર નિશાન સાધ્યું હતુ. નિતિન પટેલે જણાવ્યું હતુ કે કરજણ વિધાનસભાની ચૂંટણીના પ્રચાર અર્થે મારી જાહેરસભામાં હજારોની લોકોની મેદની ઉમટી પડી હતી. જે જોઇને કોઇ વિરોધીઓને એ બાબત ગમી નહીં હોય અને તેણે આ કૃત્ય કર્યું હોય શકે છે.ni

(11:14 pm IST)