Gujarati News

Gujarati News

News of Tuesday, 27th October 2020

વડાપ્રધાન મોદીની કેવડીયાની મુલાકાત : 10 જિલ્લાના 6 હજારથી વધુ પોલીસ જવાનોનો કાફલો તૈનાત કરાયો

પોલીસ કર્મીઓના કોરોના ટેસ્ટ કરી એક પીળો પાસ ઇસ્યુ: 48 કલાકની વેલેડિટી

અમદાવાદ : 31 ઓક્ટોબરે રાષ્ટ્રીય એકતા દિવસે પીએમ મોદી કેવડિયાની મુલાકાતે આવી રહ્યા છે. ત્યારે કેવડિયામાં કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે 10 જિલ્લામાંથી 6 હજારથી વધુ પોલીસ જવાનોનો કાફલો તૈનાત કરી દેવાયો છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી અને એની આજુબાજુ માં બનેલા પ્રવાસન સ્થળો જેવા કે જંગલ સફારી પાર્ક ,કેક્ટ્સ ગાર્ડન, ચિલ્ડ્રન ન્યુટ્રિશન પાર્ક એકતા નર્સરી તમામ સ્થળોએ પણ વિવીધત લોકાર્પણ કરનાર છે ત્યારે જેને લઇને આ વિસ્તાર પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયો છે અને 10 જિલ્લામાંથી 6100 કરતા પણ વધારે પોલીસ કાફલો કેવડિયા કોલોનીમાં ખડકી દેવામાં આવ્યો છે.

કેવડીયા કોલોની ખાતે  વડોદરા રેન્જના આઇજી હરિકૃષ્ણ પટેલના અધ્યક્ષસ્થાને એક સેમિનાર યોજાઈ હતી જેમા 10 જિલ્લાના ડીએસપી ,ડીવાયએસપી સહિતનાં અધિકારીઓ ઉપસ્થિત રહયા હતા ત્યારે આ બે દિવસના પોગ્રામમાં સુરક્ષા વ્યવસ્થા કઈ રીતે કરવામાં આવે જેનું માહિતી આપવામાં આવી હતી. સાથે આજ સ્થળે કોવિડ 19 ના 46 બુથ રાખવામાં આવ્યા છે, જેમાં તમામ બહારથી આવતા પોલીસ કર્મીઓના કોરોના ટેસ્ટ કરી એક પીળો પાસ ઇસ્યુ કરવામાં આવી રહ્યો છે જે 48 કલાક ની વેલેડિટી હોઈ છે જે પાસ વગર કોઈ પણ પોલીસ કર્મીને પોતાની ફરજ પર હાજર ન રહેવા સૂચના પણ આપી દેવામાં આવી છે

(11:24 pm IST)