Gujarati News

Gujarati News

News of Thursday, 28th January 2021

ગે પ્રિન્સ રાજપીપળાના કુંવર માનવેન્દ્રસિંહની ઉપસ્થિતિમાં “ટ્રાન્સ જેન્ડરો” ભાજપમાં જોડાયા

ભાજપમાં વિવિધ મોરચાઓની જેમ ટ્રાન્સ જેન્ડર મોરચો હોવો જોઈએ: માનવેન્દ્રસિંહ ગોહિલ

રાજપીપળા: ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ ચૂંટણીના પડઘમ વાગી ચુક્યા છે.ભાજપ-કોંગ્રેસ એક બીજાના કાર્યકરો અને આગેવાનોને તોડી પોત પોતાના પક્ષમાં જોડી રહ્યા છે.ત્યારે દેશના પ્રથમ રોયલ ગે પ્રિન્સ રાજપીપળા સ્ટેટના કુંવર માનવેન્દ્રસિંહ ગોહિલની ઉપસ્થિતિમાં ટ્રાન્સજેન્ડરોનું એક મોટું જૂથ વડોદરામાં ભાજપમાં જોડાયું છે જે કદાચ ગુજરાતના રાજકારણમાં પ્રથમ ઘટના કહી શકાય.વડોદરા શહેર ભાજપ અધ્યક્ષ ડો.વિજય શાહે તમામ ટ્રાન્સ જેન્ડરોને ભાજપનો ખેસ પહેરાવ્યો હતો અને ભાજપમાં આવકાર્યા હતા.

સમલૈંગિકો માટે છેલ્લા ઘણા સમયથી લડત લડી રહેલા ભારત દેશના પ્રથમ ગે પ્રિન્સ રાજપીપળા સ્ટેટના કુંવર માનવેન્દ્રસિંહ ગોહિલે ગુજરાત એક્સકલુઝીવ સાથેની કાસ વાતચીતમાં જણાવ્યું હતું કે વડોદરાનું એક મોટું ટ્રાન્સ જેન્ડરોનું જૂથ ભાજપમાં જોડાયું છે. ભાજપ સરકારના રાજમાં જ સુપ્રીમ કોર્ટની સંવેધાનિક બેન્ચે બે પુખ્તની વચ્ચે સહમતીથી બનેલા સમલૈંગિક સંબંધને ગુનો માનતી કલમ 377ને ખતમ કરી દીધી હતી

ભાજપના રાજમાં વર્ષ 2014 માં જ ટ્રાન્સ જેન્ડરોને એમના હકો મળ્યા હતા.ટ્રાન્સજેન્ડર બિલ પણ રાજ્ય સભા-લોકસભામાં ભાજપ સરકારમાં પાસ થયું હતું.ભાજપના શાસનમાં જ દેશમાં પ્રથમ ટ્રાન્સજેન્ડરોનું વડોદરા ખાતે એક સેલટર હોમ બન્યું, ટ્રાન્સજેન્ડર કાઉન્સીલની સ્થાપના થઈ.આમ ભાજપ સરકારના રાજમાં ટ્રાન્સજેન્ડરોને જેટલા હકો મળ્યા એટલા કોંગ્રેસના રાજમાં નથી મળ્યા, એટલે જ ટ્રાન્સજેન્ડરોનું મોટુ જૂથ ભાજપમાં જોડાયું છે.

ટ્રાન્સ જેન્ડરોના વિવિધ પ્રશ્નો બાબતે અમે ડો.વિજય શાહ સાથે વાત કરી ત્યારે એમણે પ્રશ્નો હલ કરવા હકારાત્મક પ્રતિભાવ આપ્યો હતો.જેમ ભાજપમાં વિવિધ મોરચાઓ છે એવી રીતે ટ્રાન્સજેન્ડર વિંગ પણ ભાજપમાં હોવી જોઈએ એવી રજુઆતનો પણ એમણે સારો પ્રતિભાવ આપ્યો હતો

(9:48 pm IST)