Gujarati News

Gujarati News

News of Thursday, 28th January 2021

સુરતના ડિંડોલી વિસ્તારમાં પરિણીતાએ બીમારીથી કંટાળી ઘરમાં ફાસો ખાઈ જીવન ટૂંકાવ્યું

સુરત: શહેરના ડિંડોલીમાં વિસ્તારમાં આજે વહેલી સવાર પરિણીતાએ પોતાના ઘરમાં ફાસો ખાઈ જીવન ટૂંકાવી હતું, જ્યારે પરિણીતાને બ્રેન ટ્યુમરને કારણે થતા દુખાવાથી કંટાળી જઈને આ પગલું ભર્યું હતું.

નવી સિવિલ હોસ્પિટલના સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ ડિંડોલી ખાતે નવાગામમાં આવેલ શિવ સાઈ સોસાયટીમાં રહેતી 27 વર્ષીય સુનિતા વિનયકુમાર મિશ્રા ગતરાત્રે પરિવારજનો સાથે જમીને સુઈ ગયા હતા. 

બાદમાં સુનિતાએ આજે વહેલી સવારે પોતાના ઘરમાં પંખાના એંગલ સાથે સાડીનો છેડો બાંધીને બાંધી ફાસો ખાઈ ગઈ હતી. જોકે ઊંઘમાંથી જાગી ગયેલા બાદમાં પતિની નજર પડતા તેને તાત્કાલિક નીચે ઉતારીને નવી સિવિલ હોસ્પિટલમાં લઈ ગાતો હતો. ત્યાં ફરજ પરના ડોકટરે તેને મૃત જાહેર કરી દીધા હતા.

(5:04 pm IST)