Gujarati News

Gujarati News

News of Thursday, 28th January 2021

રાજપીપળા દોલત બજારમાં આવેલા સામ્રાજ્ય કોમ્પ્લેક્ષમાં આવેલ દુકાનમાંથી રોકડા રૂ.25 હજારની ચોરી થતા ફફડાટ

મળસ્કે દુકાનના સટરના તાળા તોડી અંદર મુકેલા રોકડા રૂપિયાની ચોરી થતા આસપાસના વેપારીઓમાં ફફડાટ ફેલાયો

(ભરત શાહ દ્વારા)રાજપીપળા : રાજપીપળાના ભરચક વસ્તી વાળા દોલત બજાર વિસ્તારમાં આવેલા સામ્રાજ્ય કોમ્પલેક્ષની એક દુકાનના તાળા તોડી રોકડા રૂપિયાની ચોરી થતા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે.

  પ્રાપ્ત માહિતી અનુસાર સામ્રાજ્ય કોમ્પલેક્ષ માં આવેલી મહાલક્ષ્મી પ્રોવિઝન સ્ટોર નામની દુકાનના માલીક જીજ્ઞેશ ભાઈ શાહની ફરિયાદ મુજબ તેમની સામ્રાજ્ય કોમ્પ્લેક્ષમાં આવેલી પ્રોવિઝન સ્ટોર ની દુકાનમાં તેઓ જથ્થાબંધનો વેપાર કરતા હોય ગઈકાલે સાંજે વેપારીઓ પાસેથી ઉઘરાણીના આવેલા રોકડા રૂપિયા તેમની દુકાનના ગલ્લામાં મુક્યા હોય રાત્રે દુકાન બંધ કરી ચાલ્યા ગયા બાદ સવારે આવ્યા ત્યારે દુકાનના બંને તાળા તૂટેલા જોતા જ ગલ્લો ચેક કરતા અંદર મુકેલા લગભગ 25 હજાર રોકડાની ચોરી થયાનું જાણ થતાં તેમણે રાજપીપળા પો.સ્ટે.માં જાણ કરતા પોલીસે અજાણ્યા ચોરો વિરુદ્ધ તપાસ હાથ ધરી છે.

  દુકાન માલિક જીગ્નેશભાઈના જણાવ્યા મુજબ નજીકના કેમેરામાં કોઈ બે અજાણ્યા ચોરોએ આજે વહેલી સવારે ચોરીને અંજામ આપ્યો હોવાનું જણાઈ આવે છે પરંતુ આ બે યુવાનોના ચેહરા સ્પષ્ટ જણાતા નથી.પોલીસે તપાસ હાથ ધરી છે.

(10:17 pm IST)