Gujarati News

Gujarati News

News of Thursday, 28th January 2021

ડુમખલથી દારૂના જથ્થા સાથે પકડાયેલા આરોપીના 2 દિવસના રિમાન્ડ મેળવી પોલિસે વોન્ટેડ આરોપીઓની તપાસ શરૂ કરી

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : ડેડીયાપાડા પીએસ આઇ એ.આર.ડામોર પોલીસ સ્ટાફના માણસો સાથે પેટ્રોલીંગમાં નીકળેલા હતા તે વખતે બાતમીના આધારે પોલીસે ડુમખલ ગામથી અરવિંદભાઇ શાંતીલાલ વસાવા (રહે માથાસર પટેલ ફળીયા તા. દેડીયાપાડા)ને બોલેરો ગાડી નંબર GJ - 18 - AV - 1816 માં ઇગ્લીશ નો જથ્થો ભરી મહારાષ્ટ્રમાંથી બેબાર(તા. દેડીયાપાડા )તરફ આવતા નાકાબંધી કરી ઝડપી લીધો હતો ત્યારબાદ તેની બોલેરો ગાડીમાંથી ઇંગ્લિશ દારૂનો રૂ.૪૬,૭૦૦નો જથ્થો તેમજ ગાડી મળી કુલ.રૂ. ૩,૪૬,૭૦૦ ના પ્રોહી. મુદામાલ સાથે પકડી પાડયો હતો જેમાં બાકીના ત્રણ આરોપી ઓને પોલીસે વોન્ટેડ જાહેર કર્યા હોય ઝડપાયેલા અરવિંદ વસાવાના પોલીસે 2 દિવસના રિમાન્ડ મેળવી વોન્ટેડ આરોપીઓને શોધવા ડેડીયાપાડા પોલીસ મહારાષ્ટ્ર તરફ રવાના થઈ હોવાનું તપાસ અધિકારી પીએસઆઇ ડામોરે જણાવ્યું હતું.

(10:26 pm IST)