Gujarati News

Gujarati News

News of Thursday, 28th January 2021

નર્મદા જીલ્લાના અલગ-અલગ ગુનાના નાસતા-ફરતા પાંચ આરોપીઓને ઝડપી પાડવામાં સફળતા મેળવતી નર્મદા એલસીબી ટિમ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા પોલીસ વડા હિમકરસિંહ દ્વારા જીલ્લાના નાસતા-ફરતા આરોપીઓને પકડવા માટે પરિણામલક્ષી કામગીરી કરવા સુચના મળતા એ.એમ.પટેલ, પોલીસ ઇન્સ્પેક્ટર એલ.સી.બી.તથા એલ.સી.બી.સ્ટાફ દ્વારા જીલ્લાના ગુનાઓમાં નાસતા ફરતા આરોપીઓની ટેક્નીકલ સર્વેલન્સ તેમજ ખાનગી બાતમીદારથી બાતમી મેળવી જીલ્લાના અલગ-અલગ ગુનામાં નાસતા-ફરતા આરોપીઓ ઝડપી પાડી જે તે પોલીસ સ્ટેશનમાં સોંપવામાં આવ્યા છે.

 પ્રાપ્ત માહિતી અનુસાર રાજપીપળા પો.સ્ટે .ના ગુનામાં વજેસીંગભાઇ રબારી ( રહે. વિઠલનાથજી મંદિર સામે,સોનીવાડ રાજપીપલા)ને  પકડી રાજપીપળા પો.સ્ટે.ને સોંપવામાં આવ્યો છે જ્યારે રાજપીપલા પો.સ્ટે.ના ગુનામાં ભાવેશભાઇ રબારી (રહે. વિઠલનાથજી મંદિર સામે,સોનીવાડ) ને પણ પકડી રાજપીપળા પો.સ્ટે.ને સોંપવામાં આવ્યા છે.

 ,તિલકવાડા પો.સ્ટે.ના ગુનાના દિનેશભાઇ દિત્યાભાઇ ડુગરાભીલ (રહે - કુકરદા,તા - તિલકવાડા )પણ નાસનો ફરતો હોય જેને એલ.સી.બી.ટીમે પકડી તિલકવાડા પો.સ્ટે.ને સોંપવામાં આવ્યો છે.જ્યારે ડેડીયાપાડા પો.સ્ટે.ના ગુનામાં રણજીતભાઇ કથાભાઇ વસાવે (,રહે.તીનખુણીયા તા.અક્લકુવા જિ.નંદુરબાર ( મહારાષ્ટ્ર ) ને અટક કરી ડેડીયાપાડા પો.સ્ટે.ને સોંપવામાં આવ્યો છે જ્યારે વલસાડ જીલ્લાના વલસાડ રૂરલ પો.સ્ટે.ના શાહરૂખ રમનીત મહંમદ મકરાણી (રહે . જમાદાર ફળીયુ,સેલંબા તા.સાગબારા) પણ નાસતો ફરતો હોય તેને પણ એલ.સી.બી. ટીમે અટક કરી ડેડીયાપાડા પો.સ્ટે.ને સોંપવામાં આવ્યો છે.આમ નર્મદા એલસીબી ટીમે કુલ પાંચ આરોપીઓને ઝડપી પાડવામાં સફળતા મેળવી છે

(10:43 pm IST)