Gujarati News

Gujarati News

News of Sunday, 28th February 2021

દાહોદના ઝાલોદની ઘોડીયા પ્રા.શાળામાં કાલે ફરી મતદાન યોજાશે

મતદાન કેન્દ્રમાં EVMમાં તોડફોડ અને બુથ કેપ્ચરિંગનો પ્રયાસ બાદ ફેરમતદાનનો નિર્ણંય

દાહોદ જિલ્લાના ઝાલોદની ઘોડીયા પ્રાથમિક શાળામાં આવતીકાલે ફરી મતદાન યોજાશે. ઘોડીયા ગામની પ્રાથમિક શાળાના મતદાન કેન્દ્રમાં 2થી 3 શખ્સોએ પ્રવેશીને EVMમાં તોડફોડ કરી હતી. આ શખ્સોએ બુથ કેપ્ચરિંગનો પ્રયાસ કરતા જ વરિષ્ઠ પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. અધિકારીઓએ સ્થળ નીરિક્ષણ બાદ આવતીકાલે ફરી મતદાન યોજવાના આદેશ કર્યા છે.

(8:51 pm IST)