Gujarati News

Gujarati News

News of Sunday, 28th February 2021

રાજપીપળા પાલિકા ચૂંટણી ના 37 મતદાન મથકો પર સવારે બે કલાકમાં સરેરાશ 8.64 ટકા મતદાન થયું

રાજપીપળા પાલિકા ચૂંટણી ના 37 મતદાન મથકો પર સવારે બે કલાકમાં સરેરાશ 8.64 ટકા મતદાન થયું

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : રાજપીપળા પાલિકાની 7 વોર્ડની 28 બેઠકો માટે આજે સવારથી 37 મતદાન મથકો ખાતે મતદારો મતદાન કરવા ઉમટી પડ્યા હતા અને શિસ્તબદ્ધ રીતે કતારમાં ઉભા રહી લોકશાહીની પવિત્ર ફરજ મતદાન કરી બજાવી હતી.
  પાલિકામાં 29,414 મતદારો નોંધાયેલા છે અને તમામ મતદાન મથકોનો માહોલ જોતા મતદારોમાં મતદાન અંગેની જાગૃતિ જોવા મળી હતી.આજે પ્રથમ બે કલાકમાં શહેરમાં સરેરાશ 8.64% મતદાન નોંધાયું હતું.બે કલાક બાદ મતદાનમાં વધારો વધારો થયેલો પણ જણાયો હતો.અને બપોર એક વાગ્યા સુધી માં શહેર નું કુલ મતદાન ૩૫,-૮૦% નોંધાયું હતું.મતદાનની શરૂઆતમાં  રાજપીપલા ની પંચવટી સોસાયટી,લાલ ટાવર પાસેની પ્રાયોજના કચેરી ના મતદાન મથકો ઉપર શરૂઆતમાં એવીએમ મશીન નું બટન યોગ્ય દબાતું ન હોવાની બુમ સાંભળવા મળી હતી, જેમાં ઉમેદવારોએ તંત્રને રજુઆત કરી હોવાનું પણ જાણવા મળ્યું હતું.પરંતુ થોડા મતદારોએ મતદાન કર્યા બાદ મતદાન સરળતાથી થતું જોવા મળ્યું હતું.આમ એકંદરે શહેરમાં શાંતિપૂર્ણ રીતે મતદાન પ્રક્રિયાની શરૂઆત થઈ છે. તો કન્યાશાળા મતદાન મથકે પ્રારંભે થર્મલ ગન અને હેન્ડગલોવ્ઝ નહીં  હોવાથી રાહુલ પટેલ નામ ના જાગૃત મતદારે કેન્દ્ર અધિકારી નું ધ્યાન દોરતા તત્કાળ ભૂલ સુધારી વ્યવસ્થા કરવામાં આવી હતી બપોરે ત્રણ વાગ્યાં સુધી જિલ્લા પંચાયત ની ૨૨ બેઠકો માટે  ૫૬-૭૭% તેમજ પાંચેય તાલુકા પંચાયત માટે ૫૮-૩૪% અને રાજપીપલા નગર પાલિકા માટે ૪૮-૨૫% મતદાન નોંધાયું હતું.

(10:20 pm IST)