Gujarati News

Gujarati News

News of Friday, 28th August 2020

પાટીલના પ્રવાસમાં હવે બાઇક રેલી નહિ

સૌરાષ્ટ્ર પ્રવાસમાં સોશ્યલ ડીસ્ટન્સના મુદ્દે ખુબ ટીકા થયા બાદ ભાજપનું પગલુ : ઉતર ગુજરાતના પ્રવાસમાં માત્ર કાર જ જોડાશે : કોરોનાની ગાઇડ લાઇન જાળવવા પર ભાર

રાજકોટ ,તા. ૨૮: ભાજપના નવા પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ સૌરાષ્ટ્ર પ્રવાસ વખતે સોશ્યલ ડીસ્ટન્સના મુદ્દે પ્રચાર માધ્યમોમાં ખૂબ ટીકા થયા બાદ ઉતર ગુજરાતના પ્રવાસ વખતે પાર્ટીએ કાર્યક્રમના સ્વરૂપમાં ફેરફાર કરવાનું નકકી કર્યાનું જાણવા મળે છે. પ્રમુખના સ્વાગત વખતે કયાંય સ્કુટર રેલી નહિ યોજવાનું નકકી થયું છે. માત્ર ફોર વ્હીલર્સને કોરોનાની ગાઇડ લાઇન પ્રમાણે જોડવામાં આવશે.

પ્રદેશ પ્રમુખ ગયા અઠવાડિયાએ સૌરાષ્ટ્રમાં આવેલા તે વખતે કેટલાક સ્થાનોએ સોશ્યલ ડીસ્ટન્સનો સરેઆમ ભંગ થતા લોકોમાં ખૂબ ટીકા થયેલ રાજકોટમાં શહેર ભાજપ દ્વારા પૂર્વ આયોજન મુજબ ૫૦૦ કાર્યકરોની સ્કુટર રેલી યોજવામાં આવેલ. સોશ્યલ મીડીયામાં આ મુદ્દો ખૂબ ચગ્યો હતો. નિયમો સામાન્ય માણસો માટે જ કેમ?  ભાજપવાળા માટે કેમ નહિ ? તેવા સવાલો ઉઠ્યા હતા આવી ઘટનાનું પુનરાવર્તન રોકવા પાર્ટીએ તા. ૩ થી ઉતર ગુજરાતમાં અંબાજીથી શરૂ થતા પ્રદેશ પ્રમુખના પ્રવાસમાં કયાંય ટુ વ્હીલર્સ રેલી નહિ યોજવાનું નકકી કર્યું છે. કારમાં મહતમ ૩ કાર્યકરો જોડાઇ શકશે. સંગઠન અને સ્વૈચ્છિક સંસ્થાઓ સાથેની બેઠકમાં પણ કોરોનાની ગાઇડ લાઇનનું પાલન કરવા પર ભાર મુકવામાં આવ્યો છે.

(12:56 pm IST)