Gujarati News

Gujarati News

News of Friday, 28th August 2020

વડોદરામાં વકીલ મંડળોમાં સેક્રેટરીના નામે મેસેજ વાયરલ કરતા જાનથી મારી નાખવાની ધમકી આપતા ગુનો દાખલ

વડોદરા: શહેરમાં વકીલ મંડળના પ્રમુખ કોરોનાના કારણે કોર્ટ બંધ રહેતા જરૃરિયાતમંદ વકીલોને મદદ કરવા માટે ૧૫ લાખ રૃપિયા આપવાની તૈયારી બતાવે છે તેવો મેસેજ વકીલ મંડળના સેક્રેટરીના નામે એક વકીલે વાયરલ કર્યો હતોજેથી સેક્રેટરીએ વકીલને ફોન કરી જાનથી મારી નાંખવાની ધમકી આપી હોવાની ફરિયાદ  વારસિયા પોલીસ સ્ટેશનમાં નોધાઇ છે

હરણી વારસિયા રીંગરોડ પર કૃષ્ણલીલા સોસાયટીમાં રહેતા વકીલ કુલીન કનુભાઇ સીકલીગરે વકીલ મંડળના સેક્રેટરી રિતેશ પ્રવિણભાઇ ઠક્કર (રહે.રાજધાની સોસાયટી વારસિયા રીંગરોડ) વિરૃધ્ધ વારસિયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, ગત તા.૨જી જુલાઇએ મારા મિત્ર વર્તુળ  દ્વારા મને જાણ થઇ હતી કે કોર્ટના સેન્ટ્રલ ગેટ પાસે વકીલો ભેગા થયા હતા. તેમાં  રિતેશ ઠક્કર તથા વકીલ મંડળના ચૂંટાયેલા કેટલાક હોદેદારો અંદરોઅંદર  ચર્ચા  કરતા હતા. તેમાં રિતેશ ઠક્કર એવું બોલ્યા હતા કે કોરોનાના કારણે કોર્ટ બંધ રહેતા વકીલ મંડળના પ્રમુખ હસમુખ ભટ્ટ જરૃરિયાતમંદ વકીલોને ૧૫ લાખ રૃપિયા આપવાની તૈયારી બતાવે છે. કોઇક વકીલે એવુ પણ કહ્યુ હતું કે તો પછી હસમુખ ભટ્ટ કોની રાહ જુએ છે ? આવી ચર્ચાઓ પરસ્પર થતી હોવાની જાણકારી મને મળી હતી.

(5:22 pm IST)