Gujarati News

Gujarati News

News of Tuesday, 28th September 2021

દર્દીની સ્પાઇન સર્જરી માટે હવે ડિજિટલ ટેકનોલોજી ઉપયોગી : શેલ્બી હોસ્પિટલમાં “ડિજિટલ સ્પાઈન ઓ.આર' ની શરૂઆત

સ્પાઇનની નાજુક એનાટોમીની વચ્ચે સચોટ નેવિગેશન કરી શકાય અને સ્પાઈનના અત્યંત મહત્ત્વના માળખાને કાળજીપૂર્વક ટાળી શકાય

અમદાવાદ : અત્યાર સુધી ડિજિટલ શબ્દ ઇલેક્ટ્રોનિક ગેઝેટ માટે વપરાતો સંભાળ્યો હશે, પરંતુ હવે દર્દીની સારવાર પણ ડિજિટલ રીતે થઈ રહી છે. વાત માન્યામાં ન આવે પરંતુ દર્દીની સ્પાઇન સર્જરી માટે હવે ડિજિટલ ટેકનોલોજી પણ ઉપયોગી બનશે અને ડિજીટલ સ્પાઈન સર્જરી થશે, જેના કારણે સ્પાઇન સર્જરીમાં રહેતા જોખમને મહદ અંશે નિવારી શકાય છે.

ગુજરાત અને પડોશના રાજ્યોમાં સ્પાઈન (કરોડરજ્જુ)ની જટિલ સમસ્યાથી પીડાતા દર્દીઓ માટે સારા સમાચાર છે. સ્પાઈનને લગતી બીમારી હોય તેવા દર્દીઓને તેને લગતી મુશ્કેલીઓનો સૌથી વધારે ભય હોય છે. સર્જરીઓને શક્ય એટલી સુરક્ષિત બનાવવા માટે હંમેશા અત્યાધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરતી શેલ્બી હોસ્પિટલે “ડિજિટલ સ્પાઈન ઓ.આર. ”ની શરૂઆત કરી છે.

શેલ્બી હોસ્પિટલનું ડિજિટલ ઓપરેશન રૂમ અત્યાધુનિક અલ્ટ્રા-મોડર્ન ટેક્નોલોજી, જેમ કે હાઈ પ્રિસિઝન ઝેઈસ પેન્ટેરો 900 માઇક્રોસ્કોપ, ઇન્ટ્રા-ઓપરેટિવ ન્યુરો મોનિટરિંગ અને સ્ટીલ્થ સ્ટેશન ઇન્ટ્રા-ઓપરેટિવ નેવિગેશનથી સજ્જ છે. શેલ્બી હોસ્પિટલ ગુજરાતની એવી જુજ હોસ્પિટલો પૈકી એક છે જે કોમ્પ્રિહેન્સિવ અને પ્રતિબદ્ધ ડિજિટલ સ્પાઈન ઔપરેશ રૂમ ધરાવે છે, જે અત્યાધુનિક ડિજિટલ ટેક્નોલોજીથી સજ્જ છે અને જેને એટલી જ અસરકારક ઇન-હાઉસ સર્જિકલ ટીમનો ટેકો છે.

ડો. નીરજ બી. વસાવડા શેલ્બી ખાતે સ્પાઈન ટીમનું નેતૃત્વ સંભાળે છે જેઓ દેશના શ્રેષ્ઠ સ્પાઈન સર્જનો પૈકી એક છે. તેઓ અત્યંત જટિલ સ્પાઈન સર્જરીમાં વિશાળ અનુભવ ધરાવે છે અને મિનિમલી ઇનવેઝિવ (ઓછામાં ઓછી કાપકૂપ કરવી પડે તેવી) સ્પાઈન સર્જરીમાં નિષ્ણાત છે. “ડિજિટલ સ્પાઈન ઓ.આર.” નો ઉમેરો તથા નિષ્ણાતોની ટીમ હોવી એ શેલ્બી હોસ્પિટલ્સ માટે ઉત્કૃષ્ટતાની સફરમાં એક મોટી સિદ્ધિ છે. અત્યંત સ્પેશિયલાઈઝ્ડ સ્પાઈન સર્જરી સાથે સંકળાયેલી જટિલતાઓ અને સંભવિત મુશ્કેલીઓ દૂર કરવા માટે “ડિજિટલ સ્પાઈન OR” ડો. નીરજ બી. વસાવડા દ્વારા સ્થાપિત અને અનુસરવામાં આવતા “સેફ સર્જરી પ્રોટોકોલ”નો દાયરો વિસ્તરશે.

સર્જિકલ નેવિગેશન ટેક્નોલોજીના કેટલાક મુખ્ય ફાયદા આ મુજબ છે

1) સ્પાઇનની નાજુક એનાટોમીની વચ્ચે સચોટ નેવિગેશન કરી શકાય છે, સ્પાઈનના અત્યંત મહત્ત્વના માળખાને કાળજીપૂર્વક ટાળી શકાય છે.

2) સર્જન વધારે મિનિમલી ઇનવેઝિવ પ્રોસિઝર કરવા સક્ષમ હોય છે.

3)સર્જરી દરમિયાન તંદુરસ્ત શરીર રચના સચવાઈ રહે છે. સર્જરી દરમિયાન એક્સ-રે રેડિયેશનનું ઓછું પ્રમાણ રહે છે.સર્જરી ટૂંકા સમયગાળામાં પૂર્ણ થાય છે.

4) સર્જરીને સચોટ અને પરિણામલક્ષી બનાવે છે, જેમાં મહત્તમ સંભવિત સુરક્ષા રહે છે.

(11:10 pm IST)