Gujarati News

Gujarati News

News of Friday, 27th November 2020

સામાન્ય ચૂંટણીની સાથે વધુ ર૬ નગરપાલિકાઓની ચૂંટણી

ચોટીલા, પાટડી, તાલાળા, સિકકા રાવલ, બાબરા, દામનગર, વલ્લભીપુર, માળિયા મીયાણા વગેરેની મુદત ફેબ્રુઆરીમાં પૂરી થાય છે

રાજકોટ તા. ર૬ :. રાજયની પપ નગરપાલિકાઓ, ૩૧ જિલ્લા પંચાયતો અને ર૦૦ થી વધુ તાલુકા પંચાયતોની ચૂંટણી નવેમ્બરમાં યોજવા પાત્ર હતી તે કોરોનાના કારણે ૩ માસ મોકૂફ રહેલ હવે ફેબ્રુઆરી ર૦ર૧ માં વધુ ર૬ નગરપાલિકાઓની મુદત પુરી થઇ રહી છે.

 તેની ચૂંટણી પણ બાકીની સામાન્ય ચૂંટણીઓની સાથે જ  યોજાશે. હવે પંચાવનના બદલે ૮૧ નગરપાલિકાઓની ચૂંટણી એક સાથે થશે.આવતા ફેબ્રુઆરીમાં જે ર૬ નગરપાલિકાઓની મુદત પુરી થઇ રહી છે તેમાં સૌરાષ્ટ્રમાંથી બરવાળા, દામનગર, બાબરા, વલ્લભીપુર, સિકકા, રાવલ, સુત્રાપાડા, તાલાળા, માળીયા, મીયાણા, પાટડી અને ચોટીલનો સમાવેશ થાય છે. કુલ ર૬ પૈકી ૧૬ નગરપાલિકઓ સૌરાષ્ટ્રની છે.

(2:54 pm IST)