Gujarati News

Gujarati News

News of Friday, 27th November 2020

વડોદરામાં ગેરકાયદે ઢોરવાડા સહીત દબાણ હટાવવાની ઝુંબેશ હાથ ધરવામાં આવી:કોર્પોરેશનની ટીમનું માલિકો સાથે ઘર્ષણ

વડોદરા: શહેરમાં ફરી એકવાર ગેરકાયદે ઢોરવાડા અને દબાણ હટાવવાની ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. જેના ભાગરૂપે આજે વોર્ડ નંબર 11 માં લક્ષ્મીપુરા રોડ તરફ જવાના રસ્તે આવેલા ત્રણ ઢોરવાડા સહિત લારી ગલ્લાના દબાણો દૂર કરવામાં આવ્યા હતા.

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આજે સવારે પશ્ચિમ ઝોનના વોર્ડ નંબર 11 માં લક્ષ્મીપુરા રોડ પર નવરંગપુરા સુરેશ ભજીયા વાળાની લાઈનમાં ગરીબોની આવાસ યોજનાના મકાનોની આસપાસ ગેરકાયદે દબાણો થયા હતા તેને હટાવવાની કામગીરી કરવામાં આવી હતીતદુપરાંત વિસ્તારમાં છેલ્લા કેટલાય સમયથી રહેઠાણ વિસ્તારમાં ગેરકાયદે રીતે ઢોરવાડા બનાવી દેવામાં આવ્યા હતા. તેવા ત્રણ ઢોરવાડા હટાવવા જતાં કોર્પોરેશનની દબાણ શાખાની ટીમ અને ઢોરવાડાના માલિકો સાથે ઘર્ષણ થયું હતું. જેમાં પોલીસની મદદ લઈને ત્રણ ઢોરવાડા હટાવી દેવાની કામગીરી કરવામાં આવી હતી.

(6:11 pm IST)