Gujarati News

Gujarati News

News of Friday, 27th November 2020

વડોદરાના કિશનવાડી વુડાના મકાનમાં એક જ કોમના બે શખ્સો વચ્ચે ક્રિકેટ રમવા બાબતે ઝઘડામાં ચાર ગંભીર રીતે ઈજાગ્રસ્ત

વડોદરા:શહેરના કિશનવાડી વુડાના મકાનમાં મોડી રાત્રે એકજ જ્ઞાતિના બે પરિવારના વ્યક્તિઓ વચ્ચે ક્રિકેટ રમવા બાબતની જુની અદાવતમાં ઝઘડો થયો હતો. ઝઘડામાં પિતા-પુત્ર સહિત ચાર વ્યક્તિઓએ સામેની વ્યક્તિ ઉપર તલવાર, ચાકુ અને લાકડીઓથી જીવેલેણ હુમલો કર્યો હતો. જેમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું. બનાવમાં હુમલાખોર જૂથના એક વ્યક્તિને પણ ઇજા પહોંચી હતી. મોડી રાત્રે બનેલા બનાવે વિસ્તારમાં ચકચાર જગાવી મુકી હતી.

બાપોદ પોલીસ મથકમાંથી મળેલી માહિતી પ્રમાણે કિશનવાડી વિસ્તારમાં પીળા વુડાના મકાન આવેલા છે. બ્લોક નંબર-26 અને મકાન નંબર-13માં રાજુભાઇ હિરાભાઇ મારવાડી પરિવાર સાથે રહે છે. મોડી રાત્રે રાજુભાઇ મારવાડી બીડી લેવા માટે નીકળ્યા હતા. તે દરમિયાન વુડાનાજ મકાનમાં રહેતા અને નીચે બેઠેલા નટવર સોમાભાઇ મારવાડી, સંજય નટવરભાઇ મારવાડી, ઇશ્વર સોમાભાઇ મારવાડી અને સોમાભાઇ કાંતિભાઇ મારવાડીએ બીડી લઇને ઘર તરફ આવી રહેલા રાજુ મારવાડનીને રોક્યો હતો. અને તેના ઉપર ચાકુ, તલવાર અને લાકડીઓથી જીવલેણ હુમલો કરી ફરાર થઇ ગયા હતા.

(6:11 pm IST)