Gujarati News

Gujarati News

News of Friday, 27th November 2020

રાજ્યમાં કોરોના બેફામ બન્યો : નવા રેકોર્ડબ્રેક 1607 કેસ નોંધાયા : વધુ 16 લોકોના મોત :કુલ કેસનો આંક 2,05,116 થયો : વધુ 1388 લોકો સાજા થતા કુલ 1,86,446 લોકોએ કોરોનાને હરાવ્યો : કુલ મૃત્યુઆંક 3938 થયો: એક્ટિવ કેસ 14,732

: છેલ્લા 24 કલાકમાં કોરોનાના 69,283 ટેસ્ટ કરાયા :છેલ્લા 24 કલાકમાં ક્યાં શહેરમાં કેટલા કેસ નોંધાયા જાણવાકળી કરીને જુઓ ક્યાં શહેરમાં કેટલા નવા કેસ નોંધાયા ? : વિગતવાર સૂચિ જોવા અહી ક્લિક કરો

અમદાવાદ : રાજ્યમાં કોરોનાએ કાળોકેર વર્તાવ્યો છે રોજ બરોજ નવા કેસની સંખ્યામાં જબરો વધારો થઇ રહયો છે નવા કેસે નવો રેકોર્ડ બનાવ્યો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં રેકોર્ડ 1607 નવા કેસ નોંધાયા છે. રાજ્યમાં પ્રથમ વખત એક દિવસમાં નવા કેસની સંખ્યા 1600ને પાર પહોંચી છે.જયારે છેલ્લા 24 કલાકમાં વધુ 16 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 1388 લોકોએ કોરોનાને માત આપી છે. નવા કેસની સાથે રાજ્યમાં કોરોનાના કુલ કેસની સંખ્યા 205116 પર પહોંચી ગઈ છે. રાજ્યમાં કોરોનાથી 3938 લોકોના અત્યાર સુધી મૃત્યુ થયા છે. તો 1 લાખ 86 હજાર 446 લોકો કોરોનાની સારવાર બાદ સાજા થયા છે.

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં વધુ 16 લોકોના મૃત્યુ થયા છે. માત્ર અમદાવાદ શહેરમાં 10 અને જિલ્લામાં એક એમ કુલ 11 લોકોના મૃત્યુ થયા છે. સુરત શહેરમાં ચાર અને ગાંધીનગર શહેરમાં એક વ્યક્તિનું મૃત્યુ થયું છે. અમદાવાદમાં છેલ્લા ઘણા દિવસથી મૃત્યુઆંક વધી ગયો છે

  રાજ્યમાં આજે નોંધાયેલ નવા  1607 કેસમાં અમદાવાદ શહેરમાં નવા 325 કેસ નોંધાયા છે સુરત શહેરમાં 238, વડોદરામાં 127, રાજકોટ શહેર 95, સુરત ગ્રામ્ય 61, બનાસકાંઠા 51, પાટણ 49, રાજકોટ ગ્રામ્ય 44, મહેસાણા 43, વડોદરા ગ્રામ્ય 40, આણંદ 37, ગાંધીનગર ગ્રામ્ય 35, જામનગર શહેર 35, ખેડા 35, ભરૂચ 32, પંચમહાલ 32, ગાંધીનગર શહેર 31, અમદાવાદ ગ્રામ્ય 28, સુરેન્દ્રનગર 27 અને ભાવનગર શહેરમાં 25 કેસ નોંધાયા છે

  રાજ્યમાં  અત્યાર સુધી કોરોના વાયરસના કુલ 2 લાખ 5 હજાર 116 કેસ નોંધાયા છે. રાજ્યમાં આજની તારીખે એક્ટિવ કેસોની સંખ્યા 14732 છે, જેમાં 96 દર્દીઓ વેન્ટીલેટર પર છે. કોરોનાની સારવાર બાદ રાજ્યમાં 1 લાખ 86 હજાર 446 દર્દીઓ સાજા થયા છે. ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 69,283 ટેસ્ટ કરવામાં આવ્યા છે. આમ રાજ્યમાં અત્યાર સુધી કોરોનાના કુલ 76 લાખથી વધુ ટેસ્ટ કરવામાં આવ્યા છે. રાજ્યમાં આજની તારીખે કુલ 5 લાખ 9 હજારથી વધુ લોકો ક્વોરેન્ટાઈન છે. રાજ્યનો રિકવરી રેટ 90.90 ટકા છે. 

(8:03 pm IST)