Gujarati News

Gujarati News

News of Saturday, 28th November 2020

આજે- કાલે ઠંડીનું જોર રહેશે, બાદ ઘટશે, ૩ ડિસેમ્બરથી ફરી વધશેઃ કાલથી પવનની ગતિમાં ઘટાડો

તા.૩-૪ ડિસેમ્બર આસપાસ અંદામાનના દરિયામાં મજબૂત લો-પ્રેસર બનશે, જે હાલના અનુમાનો મુજબ વાવાઝોડામાં પરીવર્તીત થાય તેવી પૂરી શકયતા

રાજકોટઃ વેધરની એક ખાનગી સંસ્થાએ જણાવ્યું છે કે છેલ્લા બે દિવસ થયા ઠંડીમાં થોડીક રાહત મળી છે. પણ વધુ ઝડપી પવનો જોવા મળે છે. આવતીકાલથી પવનનું પ્રમાણ ક્રમશઃ ઘટતું જશે. તા.૨૮ / ૨૯ (શનિ/ રવિ) ઠંડીનું પ્રમાણ વધશે. બાદ ઠંડી ઘટાડા તરફ જશે. આમ ત્રણ દિવસ ઠંડી વધુ ઘટશે. હાલ કરતા બપોરનું તાપમાન પણ ઉંચકાશે. તા.૩ ડિસેમ્બરથી ઠંડી આંશિક વધારા સાથે વધશે. પછીના દિવસોમાં સારી ઠંડી જોવા મળશે.

પૂર્વ ઈકવીટોરીયલ હિંદ મહાસાગર લાગું દક્ષિણ આંદામાન સાગરમાં ૫.૮ કીમી પર અપર એર સાઈકલોનિક સકર્યુલેશન સક્રીય છે. આગામી ૩૬ કલાક દરમિયાન વધુ મજબુત બનીને લો પ્રેસરમાં ફેરવાશે. બાદના ૨૪ કલાક દરમિયાન ઉતરોતર વધુ મજબુત બનીને ડીપ્રેશન સ્વરૂપે છવાશે. બાદ પણ વધુ મજબુત થવાની સંભાવના. મુખ્યત્વે સિસ્ટમ્સ પશ્ચિમ દિશામાં આગળ વધશે. તા.૨ ડિસેમ્બર આસપાસ તમિલનાડુ- પોન્ડીચેરી દરિયાકાંઠે પહોંચી શકે છે. મજબુત સિસ્ટમ્સ ટ્રેકમાં ફર ફર સંભવ હોય છે. બાદ સિસ્ટમ્સ અરબસાગરમાં આવી શકે છે.

  • આગોતરુ એંધાણ

તા.૩/૪ ડિસેમ્બર આસપાસ અંદામાન સાગરમાં એક મજબુત લો પ્રેશર બનશે. જે પશ્ચિમ- ઉત્તર- પશ્ચિમ દિશા તરફ આગળ વધશે અને ઉતરોતર મજબુત વાવાઝોડા સુધી પહોંચી શકે છે.

(11:41 am IST)