Gujarati News

Gujarati News

News of Saturday, 28th November 2020

વડોદરા: રિક્ષામાં સવાર એન.આર.આઈ ના 800 ડોલર લઇ ફરાર ત્રણ નરાધમો વિરુદ્ધ પોલીસ ફરિયાદ

વડોદરા:ગઈકાલે ભારતીય કરન્સીમા ડોલર કન્વર્ટ કરવા નીકળેલા એન.આર.આઈ વૃદ્ધના રિક્ષામાં મુસાફરી દરમ્યાન મુસાફરના સ્વાંગમાં બેસેલા ત્રણ બદમાશો 800 ડોલર સેરવી લઈ ફરાર થઈ જવાનો બનાવો માંજલપુર પોલીસ મથકે નોંધાયો હતો.

પોલીસે અજાણ્યા રિક્ષા ચાલક તથા ત્રણ મુસાફર વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. આ ગુનામાં સંડોવાયેલા બે શખ્સોને ક્રાઇમ બ્રાંચે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

ક્રાઇમ બ્રાન્ચ પોલીસે ચોક્કસ માહીતી આધારે સમા કેનાલ પાસેથી શંકાસ્પદ ઓટોરીક્ષામાં બે ઇસમોને ચોરીના 800 ડોલર સાથે ઝડપી પાડી માંજલપુર પોલીસ સ્ટેશનનો અનડીટેકટ ગુનો ડીટેકટ કરી કાયદેસરની કાર્યવાહી કરી છે.

(5:13 pm IST)