Gujarati News

Gujarati News

News of Saturday, 28th November 2020

વડોદરા:ડભોઈના ગોપાલપુરા નજીક પોલીસે કારનો પીછો કરી 2.73 લાખના વિદેશી દારૂના જથ્થા સાથે ત્રણ આરોપીને ઝડપી પાડ્યા

વડોદરા:ડભોઈના ગોપાલપુરા ગામ પાસે દારૃ  ભરેલી કારને પીછો કરીને એલ.સી.બી. પોલીસે ઝડપી પાડી હતી. કારમાંથી ૨.૭૩ લાખનો દારૃ મળી આવતાં પોલીસે ત્રણ આરોપીની ધરપકડ કરી છે.

એલ.સી.બી. પોલીસને માહિતી મળી હતી કે એક બ્લ્યૂ કલરની કાર દારૃ ભરીને છોટાઉદેપુર બોડેલી તરફથી વડોદરા આવનાર છે. જેથી પોલીસે ડભોઈના ગોપાલપુરા ગામ નજીક વોચ ગોઠવી હતી. દરમિયાન ઉપરોક્ત કાર આવતાં પોલીસે કાર ઊભી રાખવાનો ઈશારો કર્યો હતો. પરંતુ કાર ચાલકે કાર ગોપાલપુરા ગામના બસ સ્ટેન્ડથી અંદર હંકારી મૂકી હતી. પોલીસે કારનો પીછો કરી દિપાપુરા ગામના વળાંક પાસે ઝડપી પાડી હતી. કારમાં તપાસ કરતાં વિદેશી દારૃની ૫૭૬ બોટલ કિંમત રૃપિયા ૨.૭૩ લાખની મળી આવતી હતી. પોલીસે દારૃ કાર ત્રણ મોબાઈલ ફોન સહિત ૯.૯૪ લાખ રૃપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. તેમજ કારમાં બેસેલા ૧. બાબર હબીબભાઈ પઠાણ ૨. આમીન રફીકભાઈ શેખ અને ૩. ચેતન અશોકભાઈ રણા (ત્રણેય રહે.નાગરવાડા નવી ધરતી)ને ઝડપી પાડયા હતા.  ત્રણેય આરોપી સામે ડભોઈ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આરોપીઓ દારૃ ક્યાંથી લાવ્યા હતો. કોને આપવાનો હતો તે અંગે પોલીસે તપાસ હાથ ધરી છે.

(5:15 pm IST)
  • જામનગરની જાણીતી હોટલ રોયલ સ્ટેના માલિક નરેન્દ્રસિંહ પરમારનું દુઃખદ નિધન access_time 10:29 pm IST

  • કર્ણાટકના મુખ્યમંત્રી યેદિયુરપ્પાના રાજકીય સચિવ એન.આર.સંતોષે આત્મહત્યાનો પ્રયાસ કર્યો : ગઈકાલ શુક્રવારે ઊંઘની ટીકડી ખાઈ લેતા હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાયા : સચિવની ખબર કાઢવા યેદીયુરપ્પા હોસ્પિટલે પહોંચ્યા : આત્મહત્યાની કોશિષ નું કારણ જાણવા પોલીસ તપાસ ચાલુ access_time 1:53 pm IST

  • હિમાચલ પ્રદેશમાં માસ્ક નહીં પહેર્યો હોય તો વિના વોરંટ ધરપકડ થશે : હિમાચલ પ્રદેશમાં કોઇ પણ વ્યક્તિ માસ્ક પહેર્યા વિનાની નજરે પડશે તો વોરંટ વિના તેની ધરપકડ થશે અને તેમને જેલ સજા સુધીની જોગવાઈ કરવામાં આવી છે. access_time 10:44 am IST