Gujarati News

Gujarati News

News of Saturday, 28th November 2020

સુરતના રિંગરોડ નજીક પોલીસે છાપો મારી કાપડની જાણીતી બ્રાન્ડના ટ્રેડમાર્કનો દુરુપયોગ કરી કાપડનું વેચાણ કરનાર વેપારીની રંગે હાથે ધરપકડ કરી

સુરત: શહેરના રીંગરોડ સ્થિત રાધે માર્કેટમાં સલાબતપુરા પોલીસે ગત સાંજે છાપો મારી કાપડની જાણીતી બ્રાન્ડના ટ્રેડમાર્કનો દુરુપયોગ કરી કાપડ વેચતા વેપારીની ધરપકડ કરી તેની બે દુકાનમાંથી કાપડના 850 પીસ કબ્જે કર્યા હતા.

પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ, કાપડની જાણીતી બ્રાન્ડ શીયારામ પ્રિમીયમ અને શુંટીગ એન્ડ શર્ટીગ પ્રા.લીમીટેડ કંપનીના આઈ.પી.ઇન્વેસ્ટિગેશન ઓફિસર અબ્દુલ્લા હબીબ ખાન ( ઉ.વ.36, રહે. ઘર નં. ડી/202, ચદ્રેશ લોધારોડ, પુજાનગર, મીરા રોડ ( ઇસ્ટ ) મુંબઈ ) ને અઠવાડીયા અગાઉ કંપની મારફતે જાણવા મળ્યું હતું કે સુરતના રીંગરોડ સ્થિત રાધે માર્કેટની બે દુકાન અગ્રવાલ શુટીંગ અને શીવા સેન્ટેટીકમાં તેમની કંપનોના નામનો ખોટો ઉપયોગ કરી ડુપ્લીકેટ કાપડ અને તેના ઉપર કંપનીના નામનું સ્ટીકર લગાવી વેચવામાં આવે છે. 

(5:17 pm IST)