Gujarati News

Gujarati News

News of Saturday, 28th November 2020

આસીફ ટામેટા ગેંગ સામે જીસીટીઓસી હેઠળ ગુનો

નવા કાયદા હેઠળ કાર્યવાહીની સુરતથી શ:આત : ગેંગ સામે હત્યા, લૂંટ, ખંડણી, ચોરી, આર્મ્સ એક્ટ અને અટ્રોસિટી સહિતના ગંભીર ગુના સામે ૩ને ઝડપી લેવાયા

સુરત, તા.૨૮ : સુરત ક્રાઈમ બ્રાન્ચે ગુજરાત સરકાર દ્વારા તાજેતરમાં જ અમલવારીમાં આવેલા નવા કાયદા ગુજરાત આતંકવાદ અને સંગઠિત ગુના નિયંત્રણ અધિનિયન એક્ટ - જીસીટીઓસી હેઠળ સુરત શહેરની કુખ્યાત આસીફ ટામેટા ગેંગ સામે ગુનો નોંધ્યો છે. જેમાં તેના વધુ ત્રણ સાગરીતને ઝડપા પાડવામાં આવ્યા છે. સુરતમાં આસીફ ટામેટા ગેંગ સામે હત્યા, હત્યાનો પ્રયાસ, લૂંટ, ખંડણી, ચોરી, આર્મ્સ એક્ટ અને અટ્રોસિટી સહિતના ગંભીર ગુનાઓ નોંધાયેલા હતા.

પોલીસ કમિશનર અજય તોમરે ચાર્જ સંભાળ્યા બાદ ક્રાઈમ ફ્રી સુરતના ઉદ્દેશ્ય સાથે શહેરમાં જુદી જુદી ગેંગ દ્વારા વધી રહેલા ઓર્ગેનાઈઝ્ડ ક્રાઈમને નેસ્તનાબૂદ કરવા સૂચના આપી હતી. પોલીસના જણાવ્યા પ્રમાણે, સુરતમાં અન્ય કોઈ ગેંગ ફરીથી સક્રિય ન થાય અને સમાજમાં એક દાખલો બેસે તે રીતે ઉત્કૃષ્ટ ઉદાહરણ પુ: પાડવામાં આવ્યું છે.

ઉલ્લેખનીય છે કે આ ૧૪ સભ્યો સાથેની આ ટોળકીનો મુખ્ય સુત્રધાર મુજફ્ફરઅલી ઉર્ફે આસીફ ટામેટા જફરઅલી સૈયદ છે. ગેંગ દ્વારા સલાબતપુરા, ડિંડોલી, લિંબાયત, ઉધના ઉમરા, અડાજણ, ખટોદરા, પાંડેસરા, સચિન, ઈચ્છાપોર સહિત ભ:ચ જિલ્લાના દહેજ અને ઉતરપ્રદેશના લખનઉમાં નેટવર્ક ઉભું કરી ગુનાઓ આચરવામાં આવે છે, જેથી ક્રાઈમ બ્રાન્ચે આ ગેંગ સામે વિગતવાર રિપોર્ટ તૈયાર કરી પોલીસ કમિશનરને આપ્યો હતો. ત્યારબાદ દક્ષિણ ગુજરાતનો પ્રથમ જીસીટીઓસી અતંર્ગત પહેલો કેસ આસીફ ટામેટા ગેંગ વિરુદ્ધ નોંધવામાં આવ્યો છે.

આસીફ ટામેટા ગેંગનો લિડર અને મુખ્ય આરોપી આસીફ ટામેટા, મોયો બટકો, લંગડો પઠાણ ખંડણી કેસમાં લાજપોર જેલમાં બંધ છે. અજ્જુ ટમેટા રાજકોટ સેન્ટ્રલ જેલમાં પાસા હેઠળ અટકાયતમાં છે. યુસુફખાન પઠાણ ઉતરપ્રદેશ જિલ્લામાં કમલેશ તિવારી મર્ડર કેસમાં લખનઉ જેલમાં બંધ છે. જ્યારે આ ગેંગના સરફરાજ, અજય, અને સંદિપને સચિનમાંથી ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડ્યા છે. આ ગેંગે સુરત શહેરમાં ૩૬ જેટલા ગુનાઓ આચરેલા છે.

(8:49 pm IST)