Gujarati News

Gujarati News

News of Tuesday, 29th September 2020

એક દેશ , એક બજાર : વડાપ્રધાનના હિંમતભર્યા નિર્ણયથી ડઘાયેલી કોંગ્રેસ ખેડૂતોનાં નામે રાજકિય રોટલા શેકે છેઃ આર.સી. ફળદુ

માર્કેટ યાર્ડો બંધ થશે એ વાત તદ્દન ખોટી : ટેકાના ભાવે ખરિદી ચાલુ રહેશે હાલની તમામ સુવિધા ખેડૂતોને મળશેઃ ટેકનોલોજીના માધ્યમથી જગતનાં તાતની આવક બમણી થશે : કૃષિ બીલનો વિરોધ કરતા વિપક્ષને કૃષિમંત્રીનો ચોટદાર જવાબ

ગાંધીનગર,તા. ૨૯: કૃષિ મંત્રી શ્રી આર.સી.ફળદુ એ જણાવ્યું છે કે, એક દેશ એક બજારના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના હિંમતભર્યા નિર્ણયથી ડઘાઈ ગયેલી કોગ્રેસ આજે રસ્તા પર ઉતરીને ખેડૂતોના નામે રાજનીતી કરી રહી છે એ અત્યંત નિદનીય છે.ખેડૂતોના ખભે બંધૂક મૂકીને હર હંમેશ રાજનીતિ કરવા ટેવાયેલી કોગ્રેસને રાજયના ખેડૂતો ઓળખી ગયા છે તેમની આ મેલી મુરાદથી ખેડૂતો ભરમાવવાના નથી એવો અમને દ્રઢ વિશ્વાસ છે ખેડૂતો નુ હિત ભાજપા સરકારના હૈયે વસેલુ છે ગમે તેવી કૂદરતી આપદા આવી હોય તે તમામ વેળાએ ખેડૂતોનુ બાવડુ પકડોને બેઠા કરવાનુ કામ અમારી સરકારે કર્યું છે એટલે આવી હરકતોથી ખેડૂતો ભરમાશે નહી એ ગુજરાત કોંગ્રેસે અને એમના નેતાઓએ સમજી જવાની જરૂર છે.

મંત્રી શ્રી ફળદુએ ઉમેર્યું કે, ખેડૂતોના હિતને વરેલી કેન્દ્રની ભાજપા સરકારે શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળ એક દેશ એક બજારનો જે હિંમતભર્યો નિર્ણય કર્યો છે જેના પરિણામે વર્ષ ર૦રરમાં ખેડૂતોની આવક બમણી કરવાનો સંકલ્પ કર્યા છે તે ચોક્કસ પરિપૂર્ણ થશે એવો મને ટઢ વિશ્વાસ છે. એક દેશ એક બજારના નિર્ણયથી સમગ્ર દેશમાં ગમે તે વેપારી કે ખેડૂત દેશના કોઇપણ

APMCમાંથી ખરીદી કે વેચી શકશે. APMC બંધ થશે એ વાત તદન ખોટી છે. APMCચાલુ જ રહેશે. પરંતુ વિકસીત સમયમાં જે ખેડૂતોને ટેકનોલોજીનો ઉપયોગ કરવો હશે એ કરીને તેનો માલ સીધો દેશના અન્ય રાજયોમાં વેચી શકશે. જેના પરિણામે ખેડૂતોનું ટ્રાન્સપોર્ટશન ઘટશે અને વધુ ભાવો મળશે. ખેડૂતોને હાલ જે સુવિધાઓ મળે છે એ ચાલુ જ રહેશે. ઇ-પ્લેટફોર્મના માધ્યમ દ્વારા દેશભરમાં રાજયના ખેડૂતો પોતાનો માલ વેચી શકશે.

તેઓએ જણાવેલ તે આગામી ૧૦ વર્ષમાં મહત્વનો પુરવાર થશે. ખેડૂતોને જે હાલ સુવિધાઓ મળે છે એ પૂરેપૂરી મળવાની જ છે એટલે ખેડૂતો એ સહેજ પણ ચિતા કરવાની જરૂર નથી.ખેડૂતોને ટેકનોલોજીનો મહત્ત્।મ લાભ મળે એ માટે વડાપ્રધાન શ્રી એ દ્વાર ખોલી દીધા છે. આજના ટેકનોલોજીના યુગમાં યુવા ખેડૂતો ટેકનોલોજીનો મહત્ત્।મ ઉપયોગ કરીને ખેતી કરી શકશે જેનાથી ઉત્પાદન વધશે જેના પરિણામે મોટી કંપનીઓ સીધા ખેડૂતો પાસે કોન્ટ્રાકટ કરીને કોન્ટ્રાકટ ફાર્મિંગ કરી શકશે અને ગુણવત્ત્।ાલક્ષી પાક ઉત્પાદન પણ મળશે. સાથે સાથે વેલ્યુ એડિશન કરીને ફાર્મર પ્રોડ્યુશર ઓર્ગેનાઈઝેશન (FPO) પણ સ્થાપાશે. આજે ટેકનોલોજી નહીં લાવીએ તો ગ્લોબલાઇઝેશનમાં ટકી શકીશું નહીં. પ્રધાનમંત્રીશ્રીએ દેશમાં પ્રોસેસિંગના દરવાજા ખોલી દીધા છે દેશમાં ૧૦ હજાર ફાર્મર પ્રોડ્યુશર ઓર્ગેનાઈઝેશન (FPO) રચવાનો પણ નિર્ણય કરાયો છે. જે કમિટીઓ પાક ઉત્પાદન ભેગું કરીને વેચાણ કરશે એટલે ખર્ચા ઘટશે અને ખેડૂતોની આવક વધશે.

અંતમાં કૃષિમંત્રીશ્રીએ જણાવેલ કે આ નવા કાયદાથી ટેકાના ભાવે ખરીદી બંધ થશે એવો અપપ્રચાર કોગ્રેસ દ્વારા કરવામાં આવી રહ્યો છે તેનુ ખંડન કરતા મંત્રી શ્રી ફળદુએ કહ્યુ કે આ વાત તદ્દન ખોટી છે. ટેકાના ભાવે ખરીદી તો ચાલુ જ રહેશે પરંતુ જે ખેડૂતોને ટેકનોલોજીના માધ્યમથી માલ ખરીદ કે વેચાણ કરવો હશે એ કરી શકશે જેના પરિણામે ખેડૂતોને ઊંચા ભાવ મળવાના જ છે.

(11:25 am IST)