Gujarati News

Gujarati News

News of Tuesday, 29th September 2020

ગુજરાત કેડરના IAS અધિકારી પી.ડી વાઘેલાની ટ્રાયના અધ્યક્ષ તરીકે નિમણૂક

ફાર્માસ્યુટિકલ્સના સેક્રેટરી તરીકે ચાલુ માસમાં નિવૃત્ત થતા વાઘેલાની ત્રણ વર્ષ માટે નિમણુંક કરાઈ

અમદાવાદ : ફાર્માસ્યુટિકલ્સના સેક્રેટરી તરીકે ચાલુ માસમાં નિવૃત્ત થઈ રહેલા ગુજરાત કેડરના આઈએએસ પીડી વાઘેલાની ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયા એટલે કે ટ્રાયના અધ્યક્ષ તરીકે ત્રણ વર્ષ માટે નિમણૂક કરવામાં આવી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે મૂળ વિરમગામ તાલુકાના ઉખલોડ ગામના વતની એવા ગુજરાત રાજયના IAS અધિકારી પી.ડી. વાઘેલાની વર્ષ 2019માં ડિપાર્ટમેન્ટ ઓફ ફાર્માસ્યુટિકલ્સ, મિનિસ્ટ્રી ઓફ કેમિકલ્સ એન્ડ ફર્ટિલાઇઝર્સનાં સેક્રેટરી તરીકે નિમણૂક કરાઈ હતી.

તેઓ 1986 બેચના IAS અધિકારી છે જેઓ રાજ્યમાં ચીમનભાઈ પટેલના શાસન દરમિયાન મુખ્યમંત્રીના ડેપ્યુટી સચિવ તરીકે રહી ફરજ બજાવી ચુક્યા છે. તેઓ કંડલા પોર્ટ ટ્રસ્ટ અને નાગરિક પુરવઠા વિભાગથી લઈને ટેક્સ કમિશનર સહિત અલગ અલગ વિભાગોમાં પણ ઉત્તમ ફરજ બજાવી ચુક્યા છે.

વર્ષ 2018માં ગુજરાતના વેચાણવેરા કમિશનર તરીકે પી.ડી. વાઘેલાને સમગ્ર દેશમાં GST જાગૃતિ અંગેની શ્રેષ્‍ઠ કામગીરી બદલ ખાસ એવોર્ડથી નવાજવામાં આવ્‍યા હતા. કેન્દ્રમાં ગયા પહેલા તેઓ રાજ્યના વેરા વિભાગમાં મુખ્ય કમિશનર તરીકે ફરજ બજાવતા હતા.

(8:59 pm IST)