Gujarati News

Gujarati News

News of Tuesday, 29th September 2020

બારડોલીમાં કોરોનાથી બે લોકોના મોત ; નવા 24 પોઝિટિવ કેસ નોંધાયા : કુલ કેસની સંખ્યા 1225 થઇ : મૃત્યુઆંક વધીને 34 થયો

તાલુકામાં 71 વર્ષીય મહિલા અને 53 વર્ષીય પુરુષનું કોરોનાને કારણે મોત

સુરત જિલ્લાના બારડોલીમાં વધુ 24 કેસો નોંધાતા કુલ સંખ્યા 1225 થઈ હતી. જ્યારે તાલુકામાં બે વ્યક્તિઓના મોત થતા કુલ મૃતકાંક 34 થયો છે.

 

  તાલુકાના બાબેનની લેક સીટી સોસાયટીમાં 60 વર્ષીય પુરુષ, સાઈ વંદના સોસાયટીમાં 48 વર્ષીય મહિલા, મોતાના સ્મિત નગરમાં 61 વર્ષીય પુરુષ, મોરીના પટેલ ફળીયામાં 40 વર્ષીય પુરુષ, ભામૈયાના પટેલ ફળિયામાં 30 વર્ષીય મહિલા, 50 વર્ષીય પુરુષ, 30 વર્ષીય પુરુષ અને 34 વર્ષીય મહિલા, નસુરાના ફળિયામાં 66 વર્ષીય મહિલા, 11 વર્ષીય કિશોર અને 44 વર્ષીય મહિલા, વાંકાનેરના કુંભાર ફળિયામાં 58 વર્ષીય મહિલા, 50 વર્ષીય પુરુષ અને 47 વર્ષીય મહિલા, વાઘેચાના ધોડિયાવાડ ફળિયામાં 32 વર્ષીય પુરુષ, જ્યારે બારડોલી શહેરમાં વ્યાસ સ્ટ્રીટમાં 66 વર્ષીય પુરુષ, ગોપાલ નગરમાં 57 વર્ષીય પુરુષ, ગોવિંદ નગરમાં 31 વર્ષીય પુરુષ, ઉષા કિરણ એપાર્ટમેન્ટમાં 62 વર્ષીય મહિલા અને 28 વર્ષીય પુરુષ, ક્રિષ્ના નગરમાં 60 વર્ષીય અને 30 વર્ષીય પુરુષ, રતન પાર્કમાં 47 વર્ષીય મહિલા કોરોના પોઝીટીવ થયા હતા. જ્યારે બારડોલી તાલુકામાં 71 વર્ષીય મહિલા અને 53 વર્ષીય પુરુષનું કોરોનાને કારણે મોત થયું હતું.

(10:52 pm IST)