Gujarati News

Gujarati News

News of Tuesday, 29th September 2020

રાજપીપળાના કાર માઈકલ પુલ પર મુખ્ય પાણીની લાઈન લીકેજ થતા રોજનું હજારો લીટર પાણી રોડ પણ વહી રહ્યું છે

એક તરફ અમુક વિસ્તારોમાં પાણી ઓછું મળવાની બુમો છે ત્યાં આમ પાણીના બગાડથી લોકોમાં ભારે રોષ:પાલિકા તંત્ર વેરા વધાર્યા બાદ પણ શહેરીજનોને પૂરતી સુવિધા આપવામાં જાણે નિષ્ફળ ગઈ હોય તેમ જણાય છે

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : રાજપીપળા નગરપાલિકાની પાણીની મુખ્ય લાઈન લીકેજ થતા રોજનું હજારો લીટર પાણી માર્ગ ઉપર વહી રહ્યું હોવા છતાં ઘણા દિવસથી લીકેજ પાણી બાબતે પાલિકા તંત્ર જાણે અજાણ હોય એમ જણાય છે.ત્યારે વેરા વધારવા છતાં કેટલાંક વિસ્તારોમાં પડતી પાણીની તકલીફ બાબતે કાયમી ઉકેલ આવતો નથી અને નવા કામો મંજુર કરાવવામાં જ જાણે રસ હોય તેમ લોકોને પડતી તકલીફ નજર અંદાજ કરાઈ રહી છે જેમાં હાલ કાર માઈકલ પુલ પરની મુખ્ય પાણીની લાઈન એક અઠવાડિયા કરતા વધુ સમય થી લીકેજ જોવા મળતા તેમાં થી રોજનું હજારો લીટર પાણી માર્ગ ઉપર વહી રહ્યું છે.આમ પણ રાજપીપળા શહેર માં સ્ટેટ સમયની પાણી ની લાઈનો છે જે સડી ગઈ હોય વારંવાર તેમાં લીકેજ ની તકલીફ આવતા પાલિકા દ્વારા ખાડા ખોદી રિપેરેશન કરાય છે જેમાં માર્ગો પર ખોદકામ થતા લાંબા સમય સુધી માર્ગો પણ ઉબડ ખાબડ હાલતમાં થઈ જતા હોય પાલિકા તંત્ર પાણીની લાઈનો બાબતે ગંભીરતા થી નિર્ણય લઈ લીકેજ માં હજારો લીટર પાણી નો બગાડ અટકાવે તે જરૂરી છે.

(4:57 pm IST)