Gujarati News

Gujarati News

News of Tuesday, 29th September 2020

ખેડામાં લોખંડના પુલની પાઇપો ચોરી ચાર શખ્સો રફુચક્કર થઇ જતા પોલીસે તપાસ હાથ ધરી

ખેડા:શહેરમાં લોખંડીયા પુલ તરીકે ઓળખાતા પુલની લોખંડની પાઇપો કોઇ અજાણ્યા ચોર ઇસમો રાત્રીના સમયે ચોરી જતા હોવાની ઘટના પ્રકાશમાં આવી છે.આ બનાવ અંગે જાગૃત નાગરિકોએ પાલિકા ચીફઓફિસરને રજૂઆત કરાઇ છે.

ખેડા નગરપાલિકાની ઓફીસે થી સીધી નજર પડે તેવા વહેરા ઉપરના લોખંડીયા પુલ તરીકે જાણીતા પુલની બંને સાઇડોમાં ફુટપાથ અને સુરક્ષા માટે થાંભલા વચ્ચે લોખંડની પાઇપો ફિટ કરાયેલી છે.છેલ્લા ઘણા સમયથી આ પુલના થાંભલાને નુકસાન પહોચાડીને તોડી નાંખી એની વચ્ચે ના લોખંડની ભારે પાઇપો કોઇ ચોર ઇસમો મોડી રાત્રે ઉઠાવી જાય છે.લગભગ અડધો પુલ આ રીતે તોડી પડાયો છે.અને ઘણુ લોખંડ ચોરાઇ ગયુ હોવા છતા પાલિકાના જવાબદારોના ધ્યાને આ વાત આવી નથી.

(5:23 pm IST)