Gujarati News

Gujarati News

News of Tuesday, 29th September 2020

આણંદ તાલુકાના મોગર ગામની સીમમાં જમીનના વિવાદમાં સસરા-જમાઈ પર લાકડાંથી હુમલો થતા પોલીસ ફરિયાદ

આણંદ: તાલુકાના મોગર ગામની સીમમાં આવેલા જમીનના વિવાદમાં સગા પૌત્રો અને પૌત્રવધૂઓએ ઝઘડો કરીને સસરા-જમાઈને લાકડાંના ડફણાથી તેમજ ગડદાપાટુનો માર મારીને ઈજાઓ પહોંચાડતા આ અંગે વાસદ પોલીસે ગુનો દાખલ કરીને કાર્યવાહી હાથ ધરી છે.

મળતી વિગતો અનુસાર ૮૨ વર્ષીય ભાયલાલભાઈ ગગાભાઈ રાવળે પોતાની જમીનો પુત્રોને વહેંચી દીધી છે. તેમના ભાગની ૨૫ ગુંઠા જમીનમાં દિવેલા કર્યા છે. આજે સવારના દશેક વાગ્યાના સુમારે ભાઈલાલભાઈ દીકરી મધુબેન, જમાઈ શૈલેષભાઈ તથા પુત્ર અરવિંદ સાથે રીક્ષામાં બેસીને જમીનમાં દિવેલાનો પાક જોવા માટે ગયા હતા.

જ્યાં પૌત્રો શૈલેષભાઈ રમેશભાઈ રાવળ, કિરણભાઈ રમેશભાઈ રાવળ, પૌત્રવધૂઓ હિરલબેન તેમજ સોનલબેન અને ગીતાબેન રમેશભાઈ રાવળ ત્યાં હાજર હતા. જેઓએ તમારે આ જમીનમાં આવવાનું નહી ંતેમ જણાવીને ગમે તેવી ગાળો બોલવાનું ચાલુ કર્યું હતુ. ગાળો બોલવાની ના પાડતાં જ ઉશ્કેરાયેલા શૈલેષે લાકડાંનું ડફણું ભયલાલભાઈના જમાઈ શૈલેષભાઈને મારી દીધું હતુ. ભયલાલભાઈને પણ જમણા ડાબા હાથના કાંડા ઉપર લાકડાંનું ડફણું મારીને ગડદાપાટુનો માર માર્યો હતો.

(5:27 pm IST)