Gujarati News

Gujarati News

News of Tuesday, 29th September 2020

સાયલેન્સરમાંથી ધાતુ કાઢી લેનાર બે આરોપીઓ પાસેથી ચોરીનો માલ ખરીદી કરનાર સહ આરોપીને દબોચતી અરવલ્લી એલસીબી

અમદાવાદનો શખ્શ વકીલને મળવા આવવાનો હોવાની બાતમીના આધારે મોડાસા આવતા ધરપકડ

અરવલ્લી જીલ્લા એલસીબી પોલીસ ઈન્સ્પેકટર આર કે પરમાર અને તેમની ટીમ તેમની ટીમ દ્વારા ગુનાની તપાસ હાથ ધરતાં બે આરોપીઓ સચીનકુમાર ધીરજભાઈ બામણા ઈકો કારના ચાલકો અને માલિકોને વિશ્વાસમાં લઈ ઇકો કાર કંપનીમાં ભાડે બાંધવી છે, તેમ જણાવી ઈકો કાર હિંમતનગર લઈ જઈ આરોપી તાહીરહુસેન મુરાદશા ફકીરની મદદગારીથી સાયલેન્સરમાંથી ધાતુ કાઢી લેતા હતા. તેઓએ કુલ 22 ઈકો કારમાંથી ધાતુ કાઢી લીધાની કબુલાત કરી હતી. જેઓને મેઘરજ ખાતેના ગુનામાં ધરપકડ કરવામાં આવ્યા હતા.

આ ગુનાની વધુ તપાસ હાથ ધરતાં આ સાયલેન્સરની ધાતુ ખરીદનાર અમદાવાદનો શખ્સ આજરોજ વકીલને મળવા આવવાનો હોવાની બાતમી આધારે ધાતુ ખરીદ કરનાર રવિકુમાર દ્રુપનારાયણ તિવારી મોડાસા આવતાં તેની આ ગુનામાં ધરપકડ કરવામાં આવી છે. અને વધુ તપાસ મેઘરજ પોલીસ સ્ટેશન દ્વારા હાથ ધરવામાં આવેલ છે. આમ અરવલ્લી પોલીસ તંત્ર દ્વારા ઈકો કારમાંથી ધાતુ કાઢી ચોરનાર આરોપીઓ તેમજ ચોરીની ધાતુ ખરીદનાર આરોપીને પણ ગણતરીના સમયમાં ઝડપી લેવામાં સફળતા મેળવી છે.

(6:52 pm IST)