Gujarati News

Gujarati News

News of Tuesday, 29th September 2020

અરજદાર કામ માટે કરગરતો રહ્યો, તલાટી મંત્રી પબજી રમવામાં વ્યસ્ત

સોશિયલ મિડિયા પર વીડિયો વાયરલ : તલાટી મંત્રી રાજ્ય સરકાર તરફથી જે એપ્લિકેશન ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો તે પબજી ગેમ રહી રહ્યો છે

વલસાડ, તા. ૨૯ : સરકારી બાબુ ફરજ દરમિયાન ગેમ રહી રહ્યા હોવાનો એક વીડિયો વાયરલ થયો છે. સરકારી બાબુ એટલે તલાટી મંત્રી બીજી કોઈ નહીં પરંતુ સરકાર તરફથી જેના પર તાજેતરમાં અન્ય એપ્લિકેશન સાથે પ્રતિબંધ મૂકવામાં આવ્યો તે પબજી ગેમ રહી રહ્યો છે. બીજી તરફ એક અરજદાર તેને સહી કરી આપવા માટે કરગરી રહ્યો છે. જોકે, સરકારી બાબુ અરજદાર સામે જોતા પણ નથી અને ગેમ રમવામાં વ્યસ્ત છે. અરજદાર તરફથી અંગેનો વીડિયો બનાવી લેવામાં આવ્યો હતો. મળતી માહિતી પ્રમાણે વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના ફળી-સુતારપાડા ગ્રામ પંચાયતના તલાટી દીપક રાઘવાનો પબજી ગેમ રમતો વીડિયો વાયરલ થયો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે અરજદાર ફરજ દરમિયાન પોતાના મોબાઇલમાં ગેમ રમી રહ્યો છે. દરમિયાન એક અરજદાર તલાટી સમક્ષ સહી કરી આપવા માટે કરગરી રહ્યો છે. અરજદાર અનેક વિનંતી કરે છે છતાં તલાટી સામે જોવાની પણ તસ્દી નથી લેતો.

અરજદાર એવું પણ કહી રહ્યો છે કે હું બહુ દૂરથી આવું છું તો પણ તલાટી કંઈ ધ્યાન નથી આપતો. જે બાદમાં અરજદાર તરફથી અંગેનો વીડિયો શૂટ કરી લેવામાં આવ્યો હતો. વીડિયો બાદમાં સોશિયલ મીડિયામાં વહેતો થયો હતો. સરકારી ઓફિસમાં પબજી ગેમ રમવા બાબતે જ્યારે તલાટીને સવાલ પૂછવામાં આવ્યો ત્યારે તેણે કોઈ જવાબ આપ્યો હતો. તલાટીએ જણાવ્યુ હતુ કે, * મામલે મારી પાસે કોઈ જવાબ નથી. હું કોઈ જવાબ આપવા માંગતો નથી.* સાથે તલાટીએ એવું પણ જણાવ્યું હતું કે, * લોકો વીડિયો બનાવતા હોય છે. મારી સામે હાલ ૧૫-૨૦ લોકો ઊભા છે. હું કામમાં વ્યસ્ત છું. મેં જેમના વેરા ભરેલા હતા તે તમામની સહી કરી આપી હતી, જેમના વેરા બાકી હતા તેમની સહી કરી આપી હતી.

(7:53 pm IST)