Gujarati News

Gujarati News

News of Tuesday, 29th September 2020

સસરા વહુની હાજરીમાં સ્ત્રીઓને ઘરમાં લાવી રંગરેલીયા મનાવતા

મારઝૂડથી કંટાળીને મહિલા દ્વારા ફરિયાદ : મને તું ગમતી નથી કહીને પતિ મારઝૂડ કરતો અને ઓફિસ ખોલવા ૩ લાખના દહેજની માગણી કરતો હતો

અમદાવાદ,તા.૨૯ : શહેરનાં નરોડા વિસ્તારમાં રહેતી પરિણીતાએ રંગીન મિજાજના સસરા, પતિની દહેજની માંગણી અને મારઝૂડથી કંટાળીને મહિલા પૂર્વ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી છે. પરસ્ત્રીઓ સાથે આડા સબંધો ધરાવતા સસરા અન્ય મહિલાઓને પુત્રવધુની હાજરીમાં ઘરમાં લાવી રંગરેલીયા  મનાવતા હતાં. પતિ મારઝૂડ કરતો અને ઓફિસ ખોલવા રૂ. લાખના દહેજની માંગણી કરતો હતો. નરોડા વિસ્તારમાં રહેતી ભૂમિકા (નામ બદલ્યું છે) ના લગ્ન ૨૦૧૯માં રાહુલ (નામ બદલ્યું છે) સાથે થયા હતાં. લગ્ન બાદ શરૂઆતના બે મહિના સસરા અને પતિએ સારી રાખ્યા બાદ તકરાર શરૂ કરી હતી. જમવાની અને ઘરકામ બાબતે તકરાર કરી સસરા અને પતિ ભૂમિકાને મારઝૂડ કરતા હતાં. નશાખોર પતિ રાત્રે ઘરે આવતો તો ભૂમિકાને કહેતો મને તું ગમતી નથી. મારા પિતાએ તારી સાથે જબરજસ્તી લગ્ન કરાવ્યાં છે. તું છૂટાછેડા આપી દે. રીતે સતત તકરાર અને મારઝૂડ કરતો પતિ પત્ની પર શંકા કરતો હતો.

પિયરમાં પણ ભૂમિકાને કોઈની જોડે વાત કરવા દેતો હોતો. ફાઇનાન્સ રિકવરી એજન્સીની ઓફિસ ખોલવા માટે રાહુલએ પત્નીને પિયરમાંથી રૂ. લાખ લઈ આવવા દબાણ કર્યું હતું. સસરા પરસ્ત્રીઓ સાથે આડા સબંધો ધરાવતા હતાં. પુત્રવધૂ ભૂમિકાની હાજરીમાં મહિલાઓને ઘરમાં લાવી સસરા રંગરેલીયા મનાવતા હતાં. ભૂમિકા કઈ કહેતી તો તારે અહીં રહેવું હોય તો ચુપચાપ પડી રહે, નહીં તો છૂટાછેડા આપી તારા ઘરે જતી રહે. ભૂમિકાને ઇન્ફેક્શનની સારવાર કરાવી હોવાથી દવાની જરૂર પડતા પતિને ફોન કર્યો હતો. પતિએ ફોન ઉપાડતા સસરાને દવા લાવવા જણાવ્યું હતું. સસરાએ તારા રોજના નાટક છે, તું તારા ઘરે જતી રહે તેમ કહીને ઘરમાંથી કાઢી મૂકી હતી. બનાવ અંગે ભૂમિકાએ પતિ અને સસરા વિરુદ્ધ ફરિયાદ કરતા મહિલા પૂર્વ પોલીસ સ્ટેશન ના અધિકારીએ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

(9:38 pm IST)