Gujarati News

Gujarati News

News of Thursday, 29th October 2020

ગુજરાત યુનિવર્સિટીમાં ખબર જ નથી પડતી કે પ્રવેશ કયા ગેટથી કરવોઃ મુખ્ય ૫ માંથી ૪ દરવાજા જ બંધ

એડમિશન પ્રક્રિયા, રિઝલ્ટ પ્રક્રિયાની વિગતો જાણવા આવતા વિદ્યાર્થીઓને

અમદાવાદ, તા. ર૯ : હાલ ગુજરાત યુનિવર્સિટીમાં પરીક્ષાનો માહોલ ચાલી રહ્યો છે. યુનિવર્સિટીમાં અલગ અલગ ભવનમાં બીજા તબક્કાની પરીક્ષા લેવાઈ રહી છે. જોકે, અહીં વિદ્યાર્થીઓને સૌથી મોટી સમસ્યા યુનિવર્સિટીમાં પ્રવેશ કરવાની નડી રહી છે. કારણ કે ગુજરાત યુનિવર્સિટીમાં પ્રવેશ માટેના પાચમાંથી ચાર ગેટ બંધ રખાતા વિધાર્થીઓ દીવાલો અને રેલિંગ કૂદીને યુનિવર્સિટીમાં પ્રવેશ કરવો પડી રહ્યો છે.

આમ તો ગુજરાત યુનિવર્સિટીની ગણતરી રાજયની સૌથી મોટી યુનિવર્સિટીમાં થાય છે. કોરોનાને કારણે લાઙ્ખકડાઉન જાહેર થયા બાદ શૈક્ષણિક સંસ્થાઓમાં અભ્યાસ કાર્ય બંધ છે. પરંતુ રાજયમાં અનલોક શરૂ થતાં યુનિવર્સિટીઓ દ્વારા વિદ્યાર્થીઓની પરીક્ષા લેવાનું શરૂ કરાયું હતું. બે મહિનાથી ગુજરાત યુનિવર્સિટીમાં પરીક્ષાનો માહોલ છે. યુનિવર્સિટીના વિદ્યાર્થીઓની જ ઓફલાઇન પરીક્ષા બે અલગ અલગ તબક્કામાં લેવામાં આવી રહી છે.

હાલ બીજા તબક્કાની પરીક્ષા ચાલી રહી છે. એટલું જ નહીં અલગ અલગ સ્પર્ધાત્મક પરીક્ષાઓ પણ આજકાલ યુનિવર્સિટીના અલગ અલગ ભવનોમાં લેવાઈ રહી છે. જેના કારણે રોજ અનેક વિદ્યાર્થીઓની અવરજવર યુનિવર્સિટીમાં રહે છે. તેમ છતાં યુનિવર્સિટી તંત્ર દ્વારા યુનિવર્સિટીના પાંચમાંથી ચાર ગેટ બંધ રાખ્યા છે. અને આ ગેટ પર સિકયુરિટી પણ હાજર હોતા નથી.

આ કારણે ગુજરાત યુનિવર્સિટીમાં પરિક્ષા અર્થે આવતા વિદ્યાર્થીઓ કે અન્ય એડમિશન પ્રક્રિયા, રિઝલ્ટ પ્રક્રિયાની વિગતો જાણવા માટે આવતા વિદ્યાર્થીઓને ખબર જ નથી પડતી કે યુનિવર્સિટીમાં પ્રવેશ કયા ગેટથી કરવો? અલગ અલગ અંતરમાં આ ગેટ હોવાથી અને તે પણ બંધ હોવાના કારણે દરરોજ વિદ્યાર્થીઓ અટવાઇ પડે છે. અંતે વિદ્યાર્થીઓએ નાછૂટકે આ પ્રકારે દીવાલ કૂદીને કે દીવાલ પરની રેલિગ કૂદીને યુનિવર્સિટીમાં પ્રવેશ કરવો પડી રહ્યો છે.

એટલું જ નહીં દ્યણીવાર વિદ્યાર્થીઓની સાથે આવેલા તેમના માતાપિતાએ પણ આ રીતે યુનિવર્સિટીમાં પ્રવેશ કરવાની ફરજ પડે છે. મહત્ત્।નું છે કે છાશવારે વિદ્યાર્થીઓ પ્રશ્ને વિરોધ પ્રદર્શન કરતા વિદ્યાર્થી સંગઠનોના નેતાઓને કે યુનિવર્સિટી પ્રશાસનને વિદ્યાર્થીઓને પડી રહેલી આ હાલાકી દેખાતી નથી. વિદ્યાર્થીઓને પડી રહેલી તકલીફોની આ તસવીરો જોઈને તંત્ર વિદ્યાર્થીઓની મુશ્કેલી સમજે તો સારું!

(2:48 pm IST)