Gujarati News

Gujarati News

News of Thursday, 29th October 2020

અમદાવાદના જાણીતા ટ્રુ વેલ્યુ બિલ્ડર ગ્રુપ પર EDના દરોડા:6 ટીમએ તપાસ કરી શરુ

ઈડીની 6 ટીમો બિલ્ડરની સેટેલાઈટ ખાતેની ઓફિસ, મકાન સહિતની મિલકતો પર પહોંચી

અમદાવાદમાં ઈડીની 6 ટીમે જાણીતા બિલ્ડરને ત્યાં દરોડા કર્યા છે. અમદાવાદના પ્રખ્યાત બિલ્ડર ગૃપ ટ્રુ વેલ્યુને ત્યાં ઈડીના દરોડા થયા છે. ઈડીની 6 ટીમો બિલ્ડરની સેટેલાઈટ ખાતેની ઓફિસ, મકાન સહિતની મિલકતો પર ત્રાટકી છે. ઈડીના દરોડા થતાં બિલ્ડરોમાં ફફડાટ ફેલાયો છે. જાણવા મળ્યાનુસાર ઈડીના અધિકારીઓ ટ્રુ વેલ્યુ મેનેજમેન્ટ કન્સલ્ટન્ટના વ્યવહાર અંગે તપાસ કરી રહ્યા છે.

અત્રે ઉલ્લેખનીય છે કે ટ્રુ વેલ્યુ કન્સલ્ટન્ટના પ્રમોટર મનિષ શાહ અને સમીર મહેશ્વરી છે. મનીષ શાહ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ કંપનીઓને મોટી લોન અપાવવાનું કામ કરતાં હતા. જેને પગલે અનેક કંપનીઓએ લોન નહીં ભરી હોવાના મામલે ટ્રુ વેલ્યુ ગ્રૂપની સંડોવણીની શંકા સેવાઈ રહી છે.

(9:11 pm IST)