Gujarati News

Gujarati News

News of Thursday, 29th October 2020

અમદાવાદમાં દાણાપીઠની મુખ્ય કચેરીમાં 50 ટકા સ્ટાફને બોલાવવા આદેશ કરાયો

કોરોનાના કેસ વધતા કમિશનર દ્વારા વર્ગ 3 અને 4ના કર્મચારીના 50 ટકા સ્ટાફ બોલાવવા ઓર્ડર

અમદાવાદમાં કોરોનાના કેસ વધતા મ્યુનિસિપલ કમિશનરે કોર્પોરેશન દાણાપીઠની મુખ્ય કચેરીમાં 50 ટકા સ્ટાફને બોલાવવા જ આદેશ કર્યો છે. કોર્પોરેશનમાં અલગ અલગ વિભાગ માં કોરોનાના કેસ વધતા કમિશનર દ્વારા વર્ગ 3 અને 4ના કર્મચારીના 50 ટકા સ્ટાફ બોલાવવા માટેનો ઓર્ડર કરાયો છે

કોર્પોરેશન દાણાપીઠ ઓફિસમાં ખાતાઓ ,ઝોન તેમજ અલગ અલગ વિભાગની કચેરીઓ માટે આ નિર્ણય કરવામાં આવ્યો છે.કોર્પોરેશનની રોજબરોજની કામગીરીને અસર ના થાય તેમજ સંક્રમણ ના ફેલાય તે હેતુથી આ નિર્ણય લેવામાં આવ્યો છે.

આ ઉપરાંત દાણાપીઠ સિવાય અન્ય ઝોન વિભાગની કચેરી માં ફરજ બજાવતા કર્મચારીઓને અત્યંત આવશ્યક કામ સિવાય કચેરીએ આવવું નહિ.અને શક્ય હોય ત્યાં સુધી આવવાનું ટાળવું અને મોબાઈલ, ફોન કે ઈ-મેઈલ દ્વારા સંપર્ક કરવાનો રહેશે.દાણાપીઠ ખાતે આવેલ કર્મચારીઓએ સોશ્યલ ડિસ્ટન્સ ના નિયમો નું પાલન કરવાનું રહેશે.

મ્યુનિસિપલ કમિશનર મુકેશકુમારે આદેશમાં જણાવ્યું કે મ્યુનિસિપલ કોર્પોરેશનની દાણાપીઠની મુખ્ય કચેરીમાં નોવલ કોરોના વાઇરસ સંક્રમણને રોકવા માટે આ કચેરીના પરિસરમાં આવેલા ખાતાઓ, વિભાગો અનો ઝોનલ કચેરીઓમાં અગત્યના કામોમાં રોજબરોજના કામગીરીને અસર ન થાય તેને ધ્યાનમાં રાખી કલાસ 3 અને 4ના કર્મચારીઓએ રોટેશનમાં 50 ટકા સ્ટાફને બોલાવવા ડે. મ્યુ. કમિશનર, આસિ. કમિશનર અને ખાતાના વડા અધિકારીઓને જણાવવામા આવે છે.

(9:59 pm IST)