Gujarati News

Gujarati News

News of Wednesday, 30th September 2020

અમદાવાદ ગ્રામ્યના ASP સહિત રાજ્યના 7 DYSPની બદલીના હુકમો

ધોળકા ડિવિઝનના ASP નિતેશ પાંડેને જામનગરમાં ASP બનાવાયા : જામનગરના DYSP ને LCB રાજકોટ મુકાયા : રાજકોટ LCB ના એચ,પી,દોશીને સુરેન્દ્રનગર DYSP તરીકે નિમણુંક

ગાંધીનગર : રાજ્ય સરકારે અમદાવાદ ગ્રામ્યના ધોળકા ડિવિઝનના ASP નિતેશ પાંડે સહિત 7 DYSPની બદલીના હુકમો કર્યા છે. ધોળકા ડિવિઝનના ASP નિતેશ પાંડેને જામનગર શહેરમાં ASP બનાવાયા છે.

 અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના તત્કાલિન ASP દિપેન ભદ્રને જામનગર જિલ્લામાં એક ખાસ ટાસ્ક સાથે મૂકવામાં આવ્યાં છે. જામનગર જિલ્લા SP તરીકેનો કાર્યભાળ સંભાળ્યા બાદ IPS દિપેન ભદ્રને જામનગર જિલ્લા પોલીસ દળમાં બદલીઓનો દોર ચલાવ્યો હતો. જામનગર SPની મદદમાં રાજ્યના ગૃહવિભાગે અમદાવાદ ગ્રામ્યના ધોળકા ડિવિઝનના ASP નિતેશ પાંડેની ASP તરીકે બદલી કરી છે. ASP નિતેશ પાંડે 2017ની બેંચના ips છે. તેમનો પ્રોબેશનર ASP તરીકે વર્ષ અગાઉ અમદાવાદ ગ્રામ્યના ધોળકા ડિવિઝનમાં મૂકવામાં આવ્યાં હતાં. તેમની જામનગર ASP તરીકે બદલી કરીને તેમની જગ્યાએ ભાવનગરના પ્રોબેશનર DYSP રીના રાઠવાને ધોળકા ડિવિઝનના DYSP તરીકે નિમણૂંક કરી છે.

 સરકારે બીજા 6 DYSPની બદલીના હુકમો પણ કર્યા છે. તેમાં જામનગર શહેરના DYSP એ.પી જાડેજાને લાંચરૂશ્વત વિરોધી બ્યુરો રાજકોટમાં મદદનીશ નિયામક તરીકે મૂકવામાં આવ્યાં છે. રાજકોટ લાંચરૂશ્વત વિરોધી બ્યુરોના મદદનીશ નિયામક એચ.પી દોશીની સુરેન્દ્રનગર DYSP તરીકે નિંમણૂંક કરી છે. ડાંગ હેડક્વાર્ટરના DYSP આર.ડી કવાની ગુજરાત ઉર્જા વિકાસ નિગમ વડોદરામાં DYSP બનાવ્યાં છે. આ ઉપરાંત ડાંગ જિલ્લાના એસ.સી, એસ.ટી સેલના DYSP પી.જી પટેલને ડાંગ જિલ્લાના હેડક્વાર્ટર DYSP બનાવ્યા છે અને મોરબી જિલ્લાના એસ.સી, એસ.ટી સેલના DYSP એમ.આઇ પઠાણને મોરબી હેડક્વાર્ટર DYSP તરીકે નિમણૂંક આપી છે.

(12:51 pm IST)