Gujarati News

Gujarati News

News of Wednesday, 30th September 2020

બીજે મેડિકલ કોલેજમાં ૧.૦૪ લાખથી વધુ કોરોના ટેસ્ટ કરાયા

મેડિકલ સ્ટાફ ૨૪ કલાક કાર્યરત : ICMR દ્વારા બીજે મેડિકલ કોલેજને ક્વોલિટી કંટ્રોલ ટેસ્ટીંગ માટે કામગીરી સોંપવામાં આવી છે : ડો. દિપા

સુરત,તા.૩૦ : અમદાવાદની સીવીલ, એસવીપી તથા અન્ય હોસ્પિટલો આજે અન્ય રોગોની સારવારની સાથે કોરોનાની સારવાર માટે પણ સમગ્ર દેશમાં જાણીતી થઈ છે. સીવીલ હોસ્પિટ્લ સંકુલમાં આવેલી ૧૨૦૦ બેડની હોસ્પિટલ આજે અનેક દર્દીઓ માટે જીવન સંજીવની પુરવાર થઈ છે.  આ હોસ્પિટલમાં અનેક તબીબો, નર્સો, પેરા મેડિકલ સ્ટાફ ૨૪ કલાક કાર્યરત રહે છે, પરંતુ સીવીલ હોસ્પિટલ સંકુલમાં આવેલી બીજે મેડિકલ કોલેજની માઈક્રો બાયોલોજી લેબોરેટરી પણ સતત ૨૪ કલાક કાર્યરત રહે છે, એટલું જ નહી પરંતુ દિવસ-રાત શહેરીજનો ઉપરાંત રાજ્યભરમાંથી આવતા દર્દીઓના સેમ્પલ ટેસ્ટ કરે છે. અત્યાર સુધી અહીં કુલ ૧.૦૪ લાખથી વધુ ટેસ્ટ કરાયા છે. માઈક્રો બાયોલોજી ડીપાર્ટમેન્ટના એસોશીએટ પ્રોફેસર ડો. સુમિતા સોની કહે છે કે,  આ લેબોરેટરી ૮મી ફેબ્રુઆરીથી સતત કાર્યરત છે.  એક પણ રજા લીધા વિના આ સ્ટાફ દિવસ રાત કામ કરતો રહ્યો છે, અને એટલે જ અત્યાર સુધીમાં ૧,૦૪,૦૦૦થી વધુ ટેસ્ટ કરી શકાયા છે.

               લેબોરેટરીના ટ્યુટર ડો. દિપા કિનારીવાલા કહે છે કે, આઈસીએમઆર દ્વારા બીજે મેડિકલ કોલેજને ક્વોલિટી કંટ્રોલ ટેસ્ટીંગ માટે કામગીરી સોંપવામાં આવી છે.  ગુજરાતમાં હાલ ૪૦ જેટલી લેબોરેટરીમાં આરટી-પીસીઆર મેથડથી કોરોનાના ટેસ્ટ કરાય છે.  આ લેબોરેટરીઓમાંથી દર માસે સેમ્પલ  બીજે મેડિકલ કોલેજની લેબોરેટરીમાં ક્રોસ ચેકીંગ માટે મોકલવામાં અવે છે. તેના માટે આઈસીએમઆર દ્વારા ડેટા એન્ટ્રી  પોર્ટલ ચાલુ કરાયુ છે.  આ સેમ્પલની એન્ટ્રી એ પોર્ટલમાં કરાય છે.  બન્ને લેબોરેટરીનું રીઝલ્ટ પોર્ટલમાં નાંખવામાં આવે છે અને આઈસીએમઆર દ્વારા બન્ને પરિણામોનું એસેસમેન્ટ કરાય છે અને ફાઈનલ રીઝલ્ટ જાહેર કરાય છે.  આ ઉપરાંત બીજે મેડિકલ કોલેજ રેપિડ એન્ટિજન ટેસ્ટીંગ કિટ માટે  પણ વેલિડેશન સે ન્ટર તરીકે કાર્ય કરે છે. દેશમાં રેપિડ ટેસ્ટ વધતા તેના વેલીડેશન માટે કામગીરી પણ વધી છે.

(7:31 pm IST)