Gujarati News

Gujarati News

News of Friday, 30th October 2020

સાંસદના નામે છેરપિંડી કરતા ઠગ ઝડપાયા દમણ પોલીસે અમદાવાદના ઠગને ઝડપી લીધા

કંપનીઓમાં મંદિરના ભંડારા માટે પૈસાની માગણી કરતા હતા: 2જી નવેમ્બર સુધીના રિમાન્ડ મંજૂર

કેન્દ્રશાસિત પ્રદેશ દમણના સાંસદ લાલુભાઈ પટેલ અને તેમના પરિવારના નામે પૈસાની માંગણી કરતા 2 અમદાવાદી ઠગની દમણ પોલીસે ધરપકડ કરી હતીઆ બંને ઠગીઓને કોર્ટમાં રજૂ કરતાં કોર્ટે 2જી નવેમ્બર સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે.

 આ અંગે મળતી વિગત મુજબ દમણના સાંસદ લાલુભાઈ પટેલે મોટી દમણ કોસ્ટલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી કે, 2 અજાણ્યા શખ્શો તેમના અને  તેના પરિવારના નામે કંપનીઓમાં ફરી રહ્યા છે. આ ઈસમો દરેક કંપની સંચાલકો પાસેથી મંદિરના અને ભંડારાના નામે પૈસાની માંગણી કરી તેમની પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડી રહ્યાં છે. જેમાં અજાણ્યા લોકો બેન્ક એકાઉન્ટ નંબર આપી દાનની રકમ વસુલે છે.

  આ ફરિયાદ આધારે કોસ્ટલ પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી હતી. જેમાં રીતેશકુમાર જોશી અને રાકેશ રામજી શર્મા નામના 2 અમદાવાદના રહેવાસીઓની ધરપકડ કરી વધુ તપાસ માટે દમણ કોર્ટમાં રજૂ કર્યા હતાં. જ્યાં નામદાર કોર્ટે બંને આરોપીઓના 2જી નવેમ્બર સુધીના રિમાન્ડ મંજૂર કર્યા હતાં. પકડાયેલા બંને શખ્સએ સાંસદના નામે દમણમાં કેટલા સ્થળોએથી પૈસાની ઉઘરાણી કરી છે. તે અંગે મોટી દમણ કોસ્ટલ પોલીસે તપાસ હાથ ધરી હતી.

(12:29 pm IST)
  • દેશમાં કોરોના કેસનો આંકડો 81 લાખને પાર પહોંચ્યો : જોકે નવા કેસની સંખ્યામાં એકધારો ઘટાડો :નવા કેસ કરતા સ્વસ્થ થનારની સંખ્યામાં છેલ્લા કેટલાય દિવસોથી સતત વધારો:રાત્રે 12 -30 વાગ્યા સુધીમાં કોરોનાના નવા 48,117 કેસ નોંધાયા:કુલ કેસનો આંકડો 81,36,166 થયો :એક્ટીવ કેસ ઘટીને 5,82,160 થયા:વધુ 59,005 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 74,30,911 રિકવર થયા :વધુ 550 લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક 1,21,681 થયો access_time 1:04 am IST

  • ' તારક મહેતાકા ઉલ્ટા ચશ્મા ' ટોપ 5 ની રેસમાંથી બહાર :' સાથ નિભાના સાથિયા 2 ' ની ધમાકેદાર એન્ટ્રી : પ્રીમિયર એપિસોડથી જ ટોપ 5 માં સ્થાન મેળવી લીધું : ' છોટી સરદારની ' પણ ટોપ 5 માંથી બહાર : ' ગૂમ હૈ કિસીકે પ્યારમેં ' ની ટોપ 5 માં એન્ટ્રી : 17 થી 23 ઓક્ટોબર સુધીની છેલ્લી ટીઆરપી access_time 6:15 pm IST

  • મુંબઈના ભીંડી બજાર વિસ્તારમાં કેટલાક દેશવિરોધી તત્વોએ ફ્રાન્સના રાષ્ટ્રપતિ મેક્રોની તસવીરો રોડ ઉપર લગાડી છે. સેંકડો લોકો તેના ઉપરથી પસાર થઇ રહ્યા છે. આવા તત્વોની તાત્કાલિક ધરપકડ કરવા સોશિયલ મીડિયા ઉપર માગણી થઈ રહી છે. જાણીતા પત્રકાર શીલા ભટ્ટે ટ્વિટર હેન્ડલ ઉપર આ વીડિયો પણ મૂકી છે. access_time 2:38 pm IST